________________ પ્રકરણ છડું આચાર્ય-પદ આચાર્યપદનું મહત્વ જૈન શામાં અનેક રીતે વર્ણવાયેલું છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે “જે ભાવાચાર્યો છે અર્થાત્ આચાર્યના સર્વ ગુણેથી વિભૂષિત છે, તેમને તીર્થકર સમાન સમજવા અને તેમણે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિક સંબધ પ્રકરણના ગુરુ સ્વરૂપાધિકારમાં જણાવ્યું છે કે “જિનેશ્વરે તે ધર્મને માર્ગ દર્શાવીને કક્યારનાય અજરામર પદને પામી ગયા. તેમની ગેરહાજરીમાં વર્તમાનકાળે સર્વ–શાસન આચાર્યો જ ધારણ કરે છે.” શ્રીમદ્દ યશોવિજ્યજીકૃત નવપદની પૂજામાં જણાવ્યું છે કે અસ્થભિયે જિનસૂરજ કેવલ, વંદીએ જગદી, ભુવન-પદારથ–પ્રકટનપટુ, આચારજ ચિરંજી. ભવિકા સિદ્ધચક પદવંદ કેવળ જ્ઞાની જીનેશ્વરરૂપ સૂર્યને અસ્ત થતાં જગત્ના દીપકરૂપે જે પ્રકાશ આપે છે અને ત્રણ ભુવનના પદાર્થોને પ્રકટ કરવામાં જે કુશળ છે, તે આચાર્ય ઘણું છે. બંધારણની દષ્ટિએ આચાર્યપદનું મહત્વ સમજવા માટે “ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા” નામના મહાનિબંધમાં પ્રકટ થયેલી નીચેની નેંધ અતિ ઉપયોગી થઈ પડશે. “જૈન શ્રમણ સંસ્થાનું સૂત્ર વ્યસ્થિત રીતે ચલાવવા માટે તેમાં કુલ, ગણું અને સંઘને લગતી વ્યવસ્થા હતી અને સંઘાટકની થેજના પણ ઘડવામાં આવી હતી. સંઘાટકની થેજના યુગલરૂપે પણ હતી અને સમુદાયરૂપે પણ હતી. સમુદાયરૂપ “સાધુ સંઘાટક” ને “ગચ્છ” એ નામથી ઓળખતા. પરસ્પર સંબંધ ધરાવતા ગો, કુલે અને ને અનુક્રમે કુલ, ગણ અને સંઘ એ નામથી ઓળખતા. એ ગચ્છ, કુલ અને ગણે ઉપર કાબુ રાખવા માટે એક સ્થવિર શ્રમણની નિમણુંક થતી. જેમને અનુક્રમે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચાર્ય તરીકે માનવામાં આવતા. (તાત્પર્ય કે) સમગ્ર શ્રમણ સંસ્થા ઉપર છેવટની સત્તા ધરાવનાર સમર્થ પુરુષ સંઘાચાર્ય કહેવાતા. એમની સત્તા અને આજ્ઞા સમસ્ત શ્રમણ-સંસ્થા ઉપર પ્રવર્તતી અને મહત્ત્વના કાર્યોના અંતિમ નિર્ણ તેમના હાથમાં રહેતા, એટલું જ નહિ પણ તેમના એ નિર્ણયે સર્વમાન્ય કરવામાં આવતા. પરંતુ આજે સંઘાચાર્યની પ્રથા અસ્તિત્વમાં નથી અને કુલાચાર્યું કે ગણાચાર્યને x जे ते भावायरिया ते तित्थयरसमा चेव दडव्या / सन्तिअं आणं नाइकमेजति॥ -અધ્યયન પાંચમું