________________ પ્રકરણ પાંચમું [ 89 વારંવાર ભોગવવા યોગ્ય વસ્તુ, અલંકારાદિ વસ્તુઓ તથા સ્ત્રી વગેરે વિદ્યમાન છતાં તેને ઉપગ થઈ શકે નહિ, તેનું કારણ ઉપભેગાંતરાય કર્મ છે અને છતી શક્તિએ કંઈપણ પ્રયત્ન કરવા શક્તિમાન થાય નહિ; તેનું કારણ વિયતરાય કર્મ છે. આ પાંચ પ્રકારનાં અંતરાય કર્મો જેમ જેમ પાતળાં પડતા જાય છે, તેમ તેમ દાન, લાભ, ભાગ, ઉપગ અને વીર્ય નામની લબ્ધિઓ વિકાસ પામતી જાય છે અને જ્યારે અંતરાય કર્મનો સર્વથા નાશ થાય છે, ત્યારે એ લબ્ધિઓ પૂર્ણ સ્વરૂપે પ્રકટ થાય છે. તે સિદ્ધ ભગવંતેનું અંતરાય-કર્મ સર્વથા નાશ પામેલું હોવાથી તેમનામાં આ પાંચે લબ્ધિઓ પૂર્ણરૂપે પ્રકટેલી હોય છે, તાત્પર્ય કે તેઓ અનંતવીર્યના-અનંત શક્તિના સ્વામી બને છે, પણ પ્રજનના અભાવે તેને કદી પણ ફેરવતા નથી. આ આઠ ગુણે વડે સિદ્ધ ભગવંતનું વારંવાર ચિંતન કરવાથી સંસાર એસો જણાય છે અને મેક્ષમાર્ગ તરફ પ્રીતિ થાય છે.