________________ 88 ] નમસ્કાર અર્થસંગતિ આ મર્યાદા તેમને લાગુ પડતી નથી. તાત્પર્ય કે તેમણે જે સ્થિતિ પ્રાપ્ત કરી છે તે અક્ષય છે. ચિત્યવંદનના અધિકાર સકકથય (મેન્થનું સૂત્ર) બોલવામાં આવે છે. તેમાં સિદ્ધગતિને માટે નીચેનાં વિશેષ વપરાયેલાં છેઃ સિવં-ઉપદ્રવ રહિત, અરું–અચલ-સ્થિર, અર્ચ-વ્યાધિ અને વેદનાઓથી રહિત, અનિં-અનંત, વં–ક્ષયરહિત, જે કદી નાશ થતી નથી. અવવ -કર્મ જન્ય પીડાએથી રહિત અને પુજાવિત્તિ-જ્યાં ગયા પછી પાછા ફરવાનું હોતું નથી. (6) અરૂપીપણું નામ કર્મ પ્રમાણે આત્મા શુભ કે અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વભાવવાળાં પુદ્ગલે ગ્રહણ કરે છે અને તેના લીધે શુભ કે અશુભરૂપનું નિર્માણ થાય છે, પરંતુ સિદ્ધ ભગવતેએ નામકર્મને સર્વથા ક્ષય કરેલ હોવાથી તેઓ શુભ કે અશુભ પુદ્ગલે ગ્રહણ કરતા નથી અને તેની કોઈપણ પ્રકારનું રૂપ નિર્માણ થતું નથી. તાત્પર્ય કે તેઓ અરૂપી હોય છે અને તે જ કારણે તેમની સ્તુતિ કરતાં “નિરંજન” અને “નિરાકાર' જેવાં વિશેષણ વપરાય છે. (7) અગુરુલઘુ સંસારની સામાન્ય રીતિ એવી છે કે ઊંચા કુળમાં કે ઉચ્ચ જાતિમાં જન્મ્ય હોય તેને ઊંચે એટલે ગુરુ ગણવે અને જે નીચા કુળમાં કે નીચ જાતિમાં જન્મ્યો હોય તેને નીચે એટલે લઘુ ગણવે. પરંતુ સિદ્ધાવસ્થામાં કઈ કુળ નથી કે કઈ જાતિ નથી. એટલે ત્યાં ગુરુ–લઘુને વ્યવહાર સંભવ નથી. વળી પૂર્વકુળની અપેક્ષાએ જોઈએ તે એક આત્મા ઊંચા ક્ષત્રિયકુળમાં જન્મ્યા હોય અને ચકવનપદ પામીને સિદ્ધ થયેલ હોય અને બીજે આત્મા નીચ ચાંડાલના કુળમાં જન્મ્યા હોય અને નિરવ ચારિત્ર પાળીને સિદ્ધ થયે હોય તે એ બંને સિદ્ધોમાં કોઈ પણ પ્રકારના ગુરૂ-લઘુપણને વ્યવહાર થતું નથી. તાત્પર્ય કે સિદ્ધના બધા જે સરખા છે. સાથે સામ્યવાદ સિદ્ધાવસ્થામાં છે. (8) અનંત વીર્ય દાન દેવા ગ્ય વસ્તુ હાજર હોય, દાન લેનાર પણ ચારિવવંત અને સુપાત્ર હોય છતાં આત્મા દાન દઈ ન શકે, એનું કારણ દાનાંતરાય કર્મ છે. લાભ મેળવવાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરી હોય અને તેને સફળ બનાવવા માટે જરૂરી સર્વ સાધને એકઠાં કરેલ હોય છતાં લાભ ન થાય, તેનું કારણ લાભાંતરાય કર્મ છે. મિષ્ટ આહારપુષ્પાદિ ભેગવવા યોગ્ય અનેક વસ્તુઓ હાજર છતાં તેને ભોગવી શકાય નહિ તેનું કારણ ભેગાંતરાય કર્મ છે.