________________ પ્રકરણ પાંચમું ( 85 સર્વ દુઃખને સર્વથા તરી ગયેલા, જન્મ, જરા અને મરણનાં બંધનથી છૂટા થયેલા સિદ્ધો એ અવ્યાબાધ અને અનંત સુખને અનુભવ કરે છે.” (4) અનંત ચારિત્ર “અત્મા જ્ઞાન-દર્શનસ્વભાવવાળે છે, અને વિશુદ્ધ સુખ સ્વરૂપ છે, છતાં સંસારમાં કેમ પરિભ્રમણ કરે છે?' એને ટૂંકો ઉત્તર આપતાં શાસકાર મહર્ષિઓએ જણાવ્યું છે કે " ળ”—મોહને લીધે–મેહનીય-કમને લીધે તે સંસારમાં પરિભ્રમણ કરે છે.* મદિર પીવાથી જેમ મનુષ્યની મતિ વિકલ થાય છે, તેમ મેહના ઉદયથી આત્માની વિવેકશક્તિ વિશ્વ થાય છે અને તે સ-અસને કે હિતાહિતને વિવેક કરી શકો નથી. પરિણામે ધન-ધાન્ય, બાગ-બગીચા સ્ત્રી-પુત્ર, પરિવાર વગેરે જે વસ્તુઓ પર છે, તેને પોતાની માની લે છે, અને તેને માટે અનેક પ્રકારના અનર્થો કરવાને તે પ્રેરાય છે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે જે વસ્તુઓ પિતાની છે, તેને છેક ભૂલી જઈ વિવેકહીન–આથારહીન જીવન ગાળે છે. મોહ બધા અશુભ કર્મોને રાજા ગણાય છે, કારણ કે તેને કિલ્લે તૂટે ત્યારે જ બીજાં કર્મો શરણે આવે છે, એટલે સાધકોને સહુથી વધારે પ્રયત્ન તેના પર જય મેળવવા માટે કરવો પડે છે. મેહથી ઉત્પન્ન થતા અશુદ્ધ ભાવોને શાસ્ત્રકાર મહર્ષિઓએ બે ભાગમાં વહેંચ્યા છે. (1) સમ્યક્ત્વને રોધ કરનારા અને (2) ચારિત્રને રોધ કરનારા. તેમાં સમ્યકત્વને રોધ કરનારા અશુદ્ધ ભાવે ત્રણ પ્રકારના છે : (1) મિથ્યાત્વ મોહનીય એટલે જેના ઉદયને લીધે આત્મામાં મિથ્યાત્વ ઉપન્ન થાય છે અને વીતરાગ પ્રણીત તોથી વિપરીત શ્રદ્ધા થાય છે.* x आया नाणसहावी, दसणसीलो विसुद्धसुहरूवो। सो संसारे भमई, एसो दोसो खु मोहस्स | –(શ્રી જિનગમ) मोहेण गम्भं मरणाह एइ, पत्थ मोहे पुणो पुणो / -શ્રી આચારાંગ સૂત્ર, અધ્યયન 5 ઉદ્દેશ લે અભિગ્રહ એટલે મારું તે સારું' એવી મનોવૃત્તિને લીધે. અનભિગ્રહ એટલે સત્ય-અસત્યને નિર્ણય કરવાની ઉદાસીનતાને લીધે, અભિનિવેશ એટલે પકડેલું નહીં છોડવાની ટેવને લીધે સંશય એટલે અનિર્ણયાત્મક મનોદશાને લીધે તથા અનાભોગ એટલે ઉપયોગની ખામીને લીધે આત્માને જે દષ્ટિવિપ. યસ થાય છે અને જેને લીધે તે અધર્મને ધમ અને ધર્મને અધમ, અમાગને માર્ગ અને માર્ગને અમાર્ગ, અછવને જીવ અને જીવને અજીવ, અસાધુને સાધુ અને સાધુને અસાધુ તથા અમુકતને મુકત અને મુકતને અમુકત માનવા લાગે છે તેમજ જે દેવ, ગુરુ અને પ લકત્તર હોઈ શ્રેયસૂતી સાધના કરવામાં અત્યંત ઉપામી છે, તેનો પ્રેયની પ્રાપ્તિ માટે ઉપયોગ કરવા પ્રેરાય છે. તેને મિથ્યાત્વ સમજવું. મિથ્યાત્વના પચ, દસ અને છ પ્રકારનું રહસ્ય આમાં આવી જાય છે.