________________ પ્રકરણ પાંચમું ઓછું થાય તેટલા અંશે તેમને ઉપગ તેજસ્વી બને. સિદ્ધ ભગવતેએ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોને પૂરેપૂરો ક્ષય કરેલે હેવાથી તેમનામાં અનંતજ્ઞાન અને અનંતદર્શન પ્રકટે છે. - અહીં એટલી હકીકત નેધવા યોગ્ય છે કે છવસ્થ આત્માઓને પહેલે દશને પણ અને પછી જ્ઞાનોપયોગ હોય છે. એટલે તેમાં પ્રથમ ઘટત્ય (ઘટની જાતિ) ગ્રહણ કર્યા પછી ઘટરૂપ વિશેષ પદાર્થને ગ્રહણ કરે છે, ત્યારે કેવલી ભગવંતેને પહેલે જ્ઞાને પયોગ અને પછી દર્શનેપયોગ હોય છે, એટલે તેઓ પ્રથમ ઘટરૂપ વિશેષ પદાર્થને ગ્રહણ કરે છે અને પછી ઘટને ગ્રહણ કરે છે અને તેથી જ તેમની સ્તુતિમાં “નગ્ન સરિસી” સર્વજ્ઞ, સર્વ દર્શી વિશેષણે સંગત થાય છે. વળી છદ્મસ્થાને દર્શને પયોગ અને જ્ઞાને પયોગ વધારેમાં વધારે અન્તર્મુહૂર્ત સુધી હોય છે, તેમાં દર્શને પયોગ કરતાં જ્ઞાને પગને સમય સંખ્યાતા ગણો વધારે છે, ત્યારે કેટલી ભગવંતેને બંને ઉપગ એક એક સમયના જ હોય છે. કેઈ આત્માને એક સમયે બે ઉપગ હોતા નથી. તે સંબંધી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે, नाणम्मि दंसणम्मि य एगो एगयरम्मि उवउत्ता। सव्वस्स केवलिस्स वि जुगवं दो नत्थि उवओगा // જ્ઞાન અને દર્શન એ બે ઉપગમાંથી સર્વ જીવે એક જ ઉપયોગવાળા હોય છે. કેવલી ભગવંતેને પણ એકી સાથે બે ઉપયોગ લેતા નથી. (3) અવ્યાબાધ સુખ કેટલાક મનુષ્ય એમ માને છે કે “વિષયોને ભેગોગ કરવામાં જ સુખ હોય છે, તેથી નિર્વાણ, મુકિત, મિક્ષ કે સિદ્ધાવસ્થામાં કોઈ જાતનું સુખ મળવા સંભવ નથી. તેઓ 'जइ तत्थ नत्थि सीमंतिणीओ मणहरपियंगुवन्नाओ। तारे सिद्धन्तिय ! बंधणं खु मोक्खो न सो मोक्खो // ' હે સૈદ્ધાંતિક ! તું જે મિક્ષ-માર્ગનું પ્રતિપાદન કરે છે, તે વાસ્તવિક મેક્ષ નથી, પણ એક જાતનું બંધન જ છે, કારણકે ત્યાં (સુખને આપનારી) મનહર પિયંગુ વર્ણવાળી સ્ત્રીઓ નથી.” પીગલિક સુખે ક્ષણિક છે, તેથી ગમે તેટલાં કે ગમે તેટલીવાર ભોગવવામાં આવે પણ તેનાથી આત્માને સંતોષ થતું નથી, છતાં જેમની મતિ મેહાવેશથી મૂઢ બનેલી છે, તેઓ એમાં જ સુખ માને છે અને એની જ ઝંખના કરે છે. તેઓ કહે છે : 0 શ્રી મદ્ભવાદી અને શ્રી સિદ્ધસેન દિવાકરનું મંતવ્ય આ બાબતમાં જુદું પડે છે, પરંતુ તેનું સમાધાન શ્રીમદ્દ યશોવિજયજીએ ઝાનબિંદમાં ઘણી વિશદતાથી કર્યું છે.