________________ 78] નમસ્કાર અર્થસંગતિ ભવ્ય જીવોમાં જે દીર્ઘ સંસારી હોય છે, તે અહીંથી પાછા ફરે છે અને ફરી પાછાં દીર્ઘસ્થિતિવાળા કર્મો બાંધે છે; જે અવસ્થિત પરિણમી હોય છે, તે કેટલોક કાળ એમ ને એમ પડ્યા રહે છે. અર્થાત્ તેઓ કર્મની સ્થિતિ ઓછી કે વધારે કરતા નથી. અને જેઓ લધુસંસારી હોઈ અર્ધ પુદગલપરાવર્ત જેટલા કાળમાં અવશ્ય મોક્ષે જનાર હોય છે, તેઓ અપૂર્વકરણની (પૂર્વ કદી ન થયે હેય તેવા અધ્યવસાયની) મદદથી ગ્રંથિનો ભેદ કરે છે અને અનિવૃત્તિકરણ (જે કાર્ય કર્યા વિના નિવૃત્તિ ન પામે તેવા અધ્યવસાયની મદદ) વડે સમ્યકત્વને અવશ્ય સ્પશે છે કે જેને અવિરત-સમ્યગદષ્ટિ નામનું ચોથું ગુણસ્થાન કહેવામાં આવે છે. (2) સાસ્વાદન-સમ્યગદષ્ટિ–ગુણસ્થાન વૃક્ષ પરથી પડેલું ફળ ભૂમિ સુધી ન પહેપ્યું હોય ત્યાં સુધી અંતરાલ અવરથામાં ગણાય છે, તેમ સમ્યકત્વને સ્પશી ચૂકેલે આત્મા નીચે પડતું હોય અને મિથ્યાષ્ટિ ગુણસ્થાન સુધી પહોંચે ન હોય ત્યાં સુધી અંતરાલ અવસ્થામાં ગણાય છે. આ વખતે તે સમ્યકત્વના કંઈ સ્વાદવાળે હોય છે, તેથી તેની અવસ્થા વિશેષને સાસ્વાદન-સમ્યગદષ્ટિગુણસ્થાન કહેવામાં આવે છે. (3) સમ્યગ-મિથ્યાદષ્ટિ-ગુણસ્થાન આત્મા જ્યારે કથંચિત્ સમ્યકત્વના પરિણામવાળો અને કથંચિત મિથ્યાત્વના પરિણામવાળે એમ મિશ્ર પરિણામવાળો હોય છે, ત્યારે તેની અવસ્થા વિશેષને સમ્યગમિથ્યાદિ ગુણસ્થાન કહેવામાં આવે છે. આ વખતે તેને સમ્યકત્વ પર રુચિ પણ હતી નથી અને અરુચિ પણ હોતી નથી. પહેલા ગુણસ્થાનથી ચડે અને ચોથા ગુણસ્થાનથી પડેલે આત્મા આ સ્થાને આવે છે. (4) અવિરત-સમદષ્ટિ–ગુણસ્થાન યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના ગે સમ્યકત્વને પામેલા અર્થાત્ સમ્યગ્દષ્ટિ થયેલા પણ વિલાસની ઉણપને લીધે વિરત એટલે અંશથી પણ સંયમી ન બનેલા આત્માની અવસ્થા વિશેષને અવિરતિ–સમ્યગદષ્ટિ-ગુણસ્થાન કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયયનમાં સમ્યકત્વનો પરિચય આપતાં જણાવ્યું છે કે જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર અને મોક્ષ એ નવ ત છે.* આ નવતની વિભાવથી કે ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરનારને સમ્યક્ત્વ કહેલું છે. * નવતત્તપ્રકરણમાં તત્વનાં નામો નીચેનાં કમે જણાવેલા છે ? જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજ રા, બંધ અને મેક્ષ એ નવ તો જાણવા જે.ગ્ય છે,