________________ પ્રકરણ પાંચમું [ 19 અને એ જ અધ્યયનમાં સમ્યકત્વનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે કે, સમ્યકત્વ વિના જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણે ન હોય. ચારિત્રના ગુણો વિના રાગ-દ્વેષમાંથી મુક્તિ ન હોય અને રાગદ્વેષની મુક્તિ વિના નિર્વાણ ન હોય. તાત્પર્ય કે સમ્યકત્વ એ નિર્વાણનું-મોક્ષનું કારણ છે. (5) વિરતાવિરત ગુણસ્થાન સચવને સ્પશી ચૂકેલો આત્મા જ્યારે દેશવિરતિ ગ્રહણ કરીને અંશતઃ વિરત બને છે ત્યારે તેની અવસ્થાવિશેષને વિરતાવિરત ગુણસ્થાન કહેવામાં આવે છે. અંશતઃ વિરત થયેલે આત્મા બાકીના અંશેમાં અવિરત હોય છે તેથી તેને વિરતાવિરત કહેવામાં આવે છે. વ્રતધારી શ્રાવકે આ ગુણરથાને રહેલા કહેવાય છે. (6) પ્રમત્ત સંયત-ગુણસ્થાન વિરતાવિત ગુણસ્થાનમાંથી આગળ વધેલે આત્મા જ્યારે સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરી સંયત બને છે, પણ કંઈક અંશે પ્રમાદવાળે હોય છે, ત્યારે તેની અવસ્થા વિશેષને પ્રમત્તસંવત ગુણસ્થાન કહેવામાં આવે છે. અહીં પ્રમાદ શબ્દથી આત્મવતી આગળ વધવાને અનુત્સાહ સમજવને છે. નિદ્રા વિગેરેને પણ પ્રમાદ કહેવામાં આવે છે, (7) અપ્રમત્તસંચત-ગુણસ્થાન સર્વવિરતિને ધારણ કરનાર જે આત્મા પ્રમાદ રહિત હોય છે, તેની અવસ્થાવિશેષને અપ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં રહેલે આત્મા જરા પણ પ્રમાદવાળે થયે કે છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે અને પ્રમાદ રહિત થયે કે પુનઃ સાતમા ગુણસ્થાને ચઢી જાય છે. આમ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે ચઢવું-ઉતરવું લાંબા સમય સુધી ચાલે છે. (8) નિવૃત્તિ બાદર-ગુણસ્થાન અપ્રમત્ત અવસ્થામાં રહેલે સર્વવિરત આત્મા જ્યારે કોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયના સ્કૂલવરૂપને અમુક અંશે જીતી લે છે ત્યારે તેની અવસ્થાવિશેષને નિવૃત્તિ બાદર ગુણરથાન કહેવામાં આવે છે. (9) અનિવૃત્તિબાદર-ગુણસ્થાન સર્વવિરત આત્મા જ્યારે કષાયનાં સ્થૂલ સ્વરૂપથી ઘણે અંશે નિવૃત્ત થયેલું હોય પણ અમુક અંશવાળે હોય ત્યારે તેની અવસ્થા વિશેષને અનિવૃત્તિ બાદ ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં કષાયને પરાજિત કરવા માટે ભારે પુરુષાર્થ ચાલી રહ્યો હોય છે.