________________ પ્રકરણ પાંચમું [ 71 અહીંય યથાપ્રવૃત્તિ શબ્દ અનાગપણાનું અને કરણ શબ્દ અધ્યવસાયનું સૂચન કરે છે. તાત્પર્ય કે આત્માએ આ રીતે કર્મોને જે ઘટાડો કર્યો છે તે અકામ નિર્જરાને આભારી છે. તેમાં સકામ નિજારાને કઈ હિસે નથી. યથાપ્રવૃત્તિકરણને સ્પષ્ટ ખ્યાલ આપવા માટે શાસ્ત્રકાશે ધાન્યના ઢગલાનું તથા ગિરિપાષાણુ-નદી ન્યાયનું દષ્ટાંત આપે છે. ધાન્યના એક ઢગલામાંથી કુટુંબના નિર્વાહ માટે રોજ જેટલું ધાન્ય કાઢવામાં આવે તેનાં કરતાં તેમાં થોડું નાખવામાં આવે તે સમય જતાં એ ઢગલે ઓછો થઈ જાય છે. તેમ જીવ અનાગપણે ઘણું કર્મોને ખપાવતે જાય અને ચેડાં કર્મોને બાંધતું જાય તે કાલાંતરે ઓછા કર્મવાળે થઈ જાય છે. અથવા ગિરિપ્રદેશમાંથી એક પાષાણ તૂટીને નદીના પ્રવાહમાં આવે ને તેની સામે ઘસડાતે જાય તે ધીમે ધીમે ચારે બાજુથી ઘસાઈને ગોળ બની જાય છે, તેમ સંસારમાં અથડાતે કુટાતે જીવ અનાગપણે કર્મ ખપાવતે જાય તે કાલક્રમે ઓછા કર્મવાળે બને છે. છે છે : - આ કરણ વડે જીવ નિબિડ-રાગ-દ્વેષના પરિણામરૂપ ગ્રંથિ પ્રદેશની સમીપમાં આવે છે. અહીં એટલું સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે કે અભવ્ય જીવો પણ ગ્રંથિપ્રદેશની સમીપમાં આવી શકે છે અને તીર્થકરોની અપૂર્વ દ્ધિ કે સાધુઓનાં સન્માન જોઈને અથવા સ્વર્ગાદિ સુખની ઈચ્છાથી દીક્ષા ગ્રહણ કરી નવપૂર્વ સુધીનું થતજ્ઞાન સંપાદન કરી શકે અને ભવાંતરે નવમા સૈવેયકમાં* ઉત્પન્ન થઈ શકે છે, પણ ગ્રંથિને ભેદ કરીને સમ્યફરવની પ્રાપ્તિ કરી શક્તા નથી. * શ્રી સત ભગવંતોએ જીવોના બે પ્રકાર કહ્યા છે : ભવ્ય અને અભવ્ય મેક્ષમાં જવાની યોગ્યતાવાળા જીવોને ભવ્ય કહેવામાં આવે છે. અને તેવી ગ્યતા વિનાના જીવોને અભવ્ય કહેવામાં આવે છે. * દષ્ટિવાદના એક વિભાગ તરીકે ગણાતા ચૌદ પૂર્વનાં નામે નીચે પ્રમાણે છે : (1) ઉત્પાદપૂર્વ (8) કર્મપ્રવાદ (2) અગ્રાયણીય (9) પ્રત્યાખ્યાનપ્રવાદ (3) વીર્ય (10) વિદ્યાપ્રવાદ (4) અસ્તિ-નાસ્તિકવાદ (11) અવશ્વ (5) જ્ઞાનપ્રવાદ (12) પ્રાણાયુ (6) સત્યપ્રવાદ (12) ક્રિયાવિશાલ (7) આત્મપ્રવાદ (14) લક-બિંદુસાર બાર દેવકની ઉપર અને પાંચ અનુત્તર વિમાનની નીચે નવગ્રેવેયકના વિમાનો ઉપરાઉપર આવેલા છે. તેના નામો નીચે પ્રમાણે છે. - (1) સુદર્શન, (2) સુપ્રતિબુધ્ધ (3) મનોરમ (4) સર્વતોભદ્ર (5) સુવિશાલ (6) સુમનસ (7) સૌમત્સ્ય (2) પ્રિયંકર અને (9) નન્દ્રિકર.