________________ પ્રકરણ પાંચમું It 15 (3-4) તે પુષ્ય અને પાપનો અર્થાત્ શુભાશુભ કર્મને કર્તા પણ છે અને ભક્તા પણ છે. (5) તે કર્મને સર્વાશે નાશ કરીને મોક્ષ કે નિર્વાણ મેળવી શકે છે. એટલે નિર્વાણ અવશ્ય છે. (6) અને તેને ઉપાય વિદ્યમાન છે. આ છ સ્થાનમાંથી એક પણ સ્થાનને સ્વીકાર કરવામાં ન આવે તે મોક્ષ માટે પુરુષાર્થ સંભવી શક નથી. થોડી સ્પષ્ટતાથી આ વિધાનનું રહસ્ય બરાબર સમજાઈ જશે. જે જીવ કે આત્મા જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ ન હોય તે મુકિત કેને થાય? મોક્ષ કોને મળે ? જે જીવ કે આત્મા ક્ષણિક હોય અથવા દેહ સાથે જ નાશ પામતા હોય તે પરલોક કે મુકિતની ચિંતા શા માટે ? એ પરિસ્થિતિમાં વર્તમાન જીવનમાં જે સુખ મળ્યું તે ભેગવી લેવું જ ઈટ ગણાય. જે આત્મા કર્મ કર્તા ન હોય તે તેને કર્મનું બંધન કેમ હોય ? અને કર્મનું બંધન ન હોય તો તેમાંથી છૂટવાનું ક્યાં રહ્યું ? જે આત્મા કર્મને કર્તા હોય પણ ભક્તા ન હોય તે તેને પુય-પાપનો વિવેક કરવાની જરૂર શી? જે આત્મા કર્મને નાશ કરવાની શક્તિ ન ધરાવતું હોય તે તે મુક્ત કેમ થઈ શકે? અને આત્મા કમને નાશ કરવાની શક્તિ ધરાવતે હોય પણ તે માટે કોઈ ઉપાય વિદ્ય માન ન હોય તે પુરુષાર્થ કરવાને અર્થ શું ? તાત્પર્ય કે જીવ છે, તે નિત્ય છે, કર્મ કર્યા છે, કમને ભક્તા છે, કર્મને નાશ કરવાની શક્તિ ધરાવે છે અને તે માટે ઉપાય વિદ્યમાન છે, એમ માનવાથી જ કઈવણ આત્માને મુક્તિ, મેક્ષ, નિર્વાણ, પરમપદ કે સિદ્ધ-પદની સાધના માટે પુરુષાર્થ કરવાને ઉત્સાહ જાગે છે અને ઉત્તરોત્તર ગુણસ્થાનક પર આરૂઢ થતો જાય છે. જન મહર્ષિઓએ ગુણસ્થાનકની પરંપરાનું જે વર્ણન કર્યું છે. તે આ રીતે છે? + ગવાસિષ્ઠમાં આત્માની મુખ્ય બે અને અવાંતર ચૌદ અવસ્થાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે, આ રીતઃ અજ્ઞાનમય-અવસ્થા (1) બીજ જાગૃત, (2) જાગૃત (3) મહાજાગૃત, (4) જાગૃતવપ્ન (પ) સ્વપ્ન, (6) સ્વપ્ન જાગૃત, (7) સુષુપ્તક. જ્ઞાનમય-અવસ્થા (8) શુભેચ્છા, (9) વિચારણું, (10) તનમાનસા, (11) સત્ત્વાપત્તિ, (12) અસંસક્તિ (13) પદાર્થોભાવની, (14) તુર્યાગા.