________________ પ્રકરણ પાંચમું સિદ્ધ-પદ સર્વ અરિહંતોએ કહ્યું છે કે કર્મવશાત્ અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલ છવ ધર્મ પુરુષાર્થના ગે ગુણ શ્રેણીએ (ગુણસ્થાનકે) ચઢતે સર્વ કર્મને નાશ કરીને સિદ્ધ પદને પામે છે. સુજ્ઞ પાઠકે આ કથનમાંથી ત્રણ સિદ્ધાંતે તારવી શકશે. (1) આત્માને અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, તેનું મૂળ કારણ કમને સંગ કે કર્મનું બંધન છે. (2) આત્મા પુરુષાર્થના ગે તે કર્મને નાશ કરી શકે છે. (3) કર્મને નાશ કરવા માટે ગુણશ્રેણિ કે ગુણસ્થાનનું આરહણ આવશ્યક છે. આ સિદ્ધાંતે અંગે એટલું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે કે “આત્મા પ્રથમ શુદ્ધ હતે ને પછી તેને કમને બંધ થયે એમ જૈન મહર્ષિઓનું માનવું નથી. તેઓ કહે છે કે જે શુદ્ધ આત્માને કર્મને બંધ થતું હોય તે સિદ્ધપદને પામેલા જીવેને પણ કર્મને બંધ થાય છે અને એ રીતે વાસ્તવિક મુક્તિ, મોક્ષ કે નિર્વાણ સંભવી શકે નહિ; એટલે સત્ય હકીક્ત એ છે કે, આત્મા માટીની ખાણમાં રહેલા સેનાની જેમ પ્રથમ અશુદ્ધ અવસ્થામાં હોય છે અને પછી ક્રમશઃ શુદ્ધ થતે થતું સિદ્ધિ-પદને પામે છે. આ રીતે સિદ્ધિ-પદ પામ્યા પછી તેને પુનઃ કર્મને બંધ થતો નથી.” અહીં એ સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે કે જૈન મહર્ષિએ કારણ અને કાર્યના કાયદામાં પૂરી શ્રદ્ધા ધરાવે છે, તેથી એવું વિધાન કરે છે કે- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ કારણોને લીધે કમને બંધ થાય છે અને જ્યારે એ કારણને અભાવ થાય છે, ત્યારે કર્મને બંધ થતું નથી.” તાત્પર્ય કે આત્મા પ્રથમ કર્મબદ્ધ હોય છે ત્યારે આ કારણે વિદ્યમાન હોય છે અને પછી સિદ્ધ થાય છે ત્યારે આ કારણો વિદ્યમાન હોતાં નથી. મોક્ષમાર્ગનું નિરૂપણ કરવા માટે જૈન મહર્ષિઓએ છ સ્થાનનું નિરૂપણ કર્યું છે,તે પાઠકોએ અવશ્ય જાણવા જેવું છે. તેઓ કહે છે : अत्थि जीओ तह निच्चं, कत्ता भोत्ता य पुनपावाणं / अस्थि धुवं निव्वाणं तदुवाओ अत्थि छट्ठाणे // (1) જીવ છે. (2) તે નિત્ય છે