________________ 16 ] નમસ્કાર અર્થસંગતિ (1) મિથ્યાષ્ટિ-ગુણસ્થાન તેઓ જણાવે છે કે દરેક આત્મા પ્રથમ મિથ્યાદિ ગુણસ્થાને હોય છે, ત્યાં તે કર્મોની પ્રચુરતાને લીધે અનન્તકાળ પર્યત નિગેદના ભ કરે છે. તે પછી કર્મ અનુસાર પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય તથા પ્રત્યેક વનસ્પતિ કાયમાં ફરી ફરીને જન્મ ધારણ કરે છે. અહીં તેને છેદન, ભેદન, શીત, તાપ, વષ વગેરેનાં પારાવાર દુઃખ સહન કરવા પડે છે. આ પ્રમાણે અનંત એકેન્દ્રિયના બે કર્યા પછી આત્મા બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચર્ફોરિંદ્રિય એટલે કીડાના વગેરેના ભ કરે છે. તેમાં પણ દુઃખને સરવાળે બહુ માટે હોય છે. અને મનુષ્યના જીવન સાથે સરખામણી કરીએ તે એમજ કહેવું પડે કે એમનાં દુઃખે અગણિત હેય છે. ક્ષણ પહેલાં જન્મેલો કીડે બીજી જ ક્ષણે કોઈને પગ તળે ચગદાઈ જાય છે કે કોઈ મોટા કીડાના મુખમાં જઈ પડે છે, અથવા ટાઢ, તાપ કે છેદન-ભેદનને ભયંકર ભેગા થઈ પિતાના પ્રાણ ગુમાવે છે. આ રીતે લાંબા કાળ સુધી કીડા વગેરેના અનેક ભવ કર્યા પછી તે પંચેન્દ્રિપણું પામે છે અને કર્માનુસાર તિર્યંચ, નારક, મનુષ્ય તથા દેવ એ ચાર ગતિના ભ કરે છે. તેમાં નારક કે દેવના ભલે એકી સાથે બે થતા નથી અને પંચેન્દ્રિય તિર્યઝીપણું કે મનુષ્યપણું એકી સાથે વધારેમાં વધારે સાત કે આઠ ભવ સુધી ચાલે છે. તાત્પર્ય કે ત્યાર પછી આત્માને કર્માનુસાર જુદી જુદી ગતિમાં ઉત્પન્ન થવું પડે છે. આમ ભવસાગરમાં ભટકતાં ભટક્તાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત થવા માટે જ્યારે એક પુદ્ગલ પરાવર્ત એટલે કાળ (અનંત ઉત્સર્પિણ-અવસર્પિણને ભેગી કરીએ તેટલો સમય) બાકી રહે છે, ત્યારે આત્માને સત્યધર્મને આશ્રય લેવાની પ્રબળ ઉત્કંઠા જાગે છે. આ કાળમાં અયવસાયેની તેવા પ્રકારની વિશુદ્ધિથી આત્મા આયુષ્ય-કર્મ સિવાય બાકીનાં સાતે કર્મોની સ્થિતિ પ મના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવા એક કડાકડી સાગરોપમ જેટલી કરે છે. શાસ્ત્રકારો આ પગલાને “યથાપ્રવૃત્તિકરણ” કહે છે. બૌદ્ધ મતમાં વિકાસ ક્રમની છ અવસ્થાઓ નીચે પ્રમાણે સ્વીકારવામાં આવી છે : (1) અંધપૃથુજાજન (પૃથફ-જન) (2) કલ્યાણ પૃથુજજન, (3 સેતાપન્ન (4) સકદાગામી (5) ઓ પાતિક અને (6) અરહા, આ અવસ્થામાં ઉત્તરોત્તર વિકાસના ચઢતા ક્રમે સૂચવે છે. + બૃહત સંગ્રહણિમાં કહ્યું છે કે “નિગદના ગોળાઓ (સકલ કાકાસમાં વ્યાપેલા હોવાથી). અસંખ્ય છે. તે દરેક ગાળામાં સાધારણ શરીરો અસંખ્ય છે અને તે દરેક સાધારણ શરીરમાં જીવો અનન્ત છે. (અત્યાર સુધીમાં એક નિગદના જીવોનો અનંતમો ભાગ સિદ્ધ થયો છે.) ક એકેન્દ્રિય બેઇદ્રિય, તેઈદ્રિય અને ચરિંદ્રિય જીવોનો સમાવેશ તિય"ચ ગતિમાં થાય છે.. - + કમની આઠ પ્રકૃતિઓનાં નામે આ રીતે છેઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય