________________ 64 ] નમસ્કાર અર્થસંગતિ તીર્થકરેને જન્મ થતાં માતાપિતાને અતિ હર્ષ થાય છે અને તેઓ પણ તેમને ભવ્ય જન્મ મહોત્સવ ઉજવી નામાદિ સંસ્કારો કરે છે. અરિહંતના શરીરમાં કેટલીક વિશેષતાઓ હોય છે, તેની નૈધ શાસ્ત્રકારોએ કરેલી છે. તે પરથી શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાન ચિંતામણિના દેવાધિદેવકાંડમાં કહ્યું છે કે(૧) તીર્થકરોનું શરીર અદ્દભુત રૂપ અને સુગંધવાળું, નિરોગી અને પરસેવા તથા | મેલથી રહિત હોય છે. (2) શ્વાસ કમળ જે સુગંધી હોય છે. (3) રુધિર અને માંસ ગાયના દૂધ જેવા સફેદ અને દુર્ગધરહિત હોય છે, (4) ભોજન તથા મલ-મૂત્ર વિસર્જનની ક્રિયા ચર્મચક્ષુવડે જોઈ શકાતી નથી. આ ચાર શારીરિક વિશેષતાઓને સહજાતિશયક (જન્માતિશય) કહેવામાં આવે છે. . અરિહંતે ચરમ શરીર હેવાથી તેમનું શરીર વજ–ષભ-નારા સંઘયણવાળું હોય છે.૪ એટલે તેઓ ગ-સાધના વખતે ઘોર ઉપસર્ગો અને પરીષહ સહન કરી શકે છે. અરિહંત (સમચતુરસ સંસ્થાનવાળા હોય છે, તેમની છાતી પહોળી અને ભરાવદાર હોય અને તેના પર શ્રીવત્સનું ચિહ્ન હોય છે, તેમના હાથ હાથીની સૂંઢ જેવા લાંબા અને ઢીંચણ સુધી પહોંચે તેવા હોય છે, તેમજ તેઓ અનેક શુભ લક્ષણેથી યુક્ત અને દેખાવમાં શાંત તથા મનહર હોય છે. અહિં તેના બેલ કાનને સુખકારક અને મનને આનંદ આપનારા હોય છે તથા શ્રેષ્ઠ તંદુભિના નાદ કરતાં પણ વધારે મધુર હોય છે. વળી તે શુભ અને મંગલમય હોવાથી સાંભળનારનું અત્યંત કયાણ કરે છે. તેઓની ચાલ બહુ ઝડપી કે બહમંદ નહિ પણ શ્રેષ્ઠ ગંધહસ્તિની જેમ મધ્યમ ગતિવાળી હોય છે. અને તેથી જેનારના દિલમાં આનંદની લાગણી ઉત્પન્ન કરે છે. અરિહંતેનું શરીર અત્યંત બળવાળું હોય છે તેથી ગમે તે મજબુત અશ્વ, હાથી કે મનુષ્ય તેમને સામને કરી શકતું નથી. * વિરતૃત વર્ણન માટે જુઓ પ્રસ્તુત સંપાદક વિરચિત ગ્રંથ “દેવાધિદેવ ભગવાન મહાવીર' + સામાન્ય મનુબેનું ચિત્ત ઘણું વિક્ષેપવાળું હોવાથી કોઈપણ વિષય પર બે ઘડી સુધી સ્થિર થઈ શકતું નથી, તેથી આવા મનુષ્યને ધર્મધમાન કે શુકલધ્યાન સિદ્ધ થતું નથી. અને તે એ મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. ત્યારે ઉત્તમ સંહનાવાળી આત્માનું ચિત્ત કેાઈ પણ વિષય પર બે ઘડી સુધી સ્થિર થઈ શકે છે એટલે તેઓ ધમધમાન અને શુકલધ્યાન સિદ્ધ કરી શકે છે અને તેના બળે સિદ્ધિપદના સાપન પર પદાર્પણ કરી શકે છે. આ ઘટનામાંથી એ સિદ્ધાંત ફલિત થાય છે કે જેઓ ચરમ શરીરી હોય તેનું સંધયણ (શરીરનો બાંધે) ઉત્તમ એટલે વજી -ઋષમ-નારાજ હોવું જોઈએ,