________________ પ્રકરણ ધું (10) પરચક્રભય એટલે શત્રુ સૈન્યની ચડાઈ વગેરે થતી નથી અને, (11) સ્વચકભય એટલે પિતાના સૈન્યમાં બળવે ફાટી નીકળ વગેરે ભયજનક ઘટનાઓ બનતી નથી. શાસ્ત્રકારો જણાવે છે કે અરિહંતને કૈવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એ જાણતાં જ ઈન્દ્રાદિ દેને અત્યંત આનંદ થાય છે અને તેઓ પોતપોતાના પરિવાર સહિત વિમાન વગેરે દિવ્ય વાહનેમાં નીચે ઉતરી આવી અપૂર્વ ગીત ગાય છે, અદ્ભૂત નૃત્ય કરે છે. પછી તેઓ અરિહંતને વંદે છે, સ્તવે છે, પૂજે છે અને ત્રણ પ્રદક્ષિણ દઈ વંદન કરી પિતાની અપૂર્વ ભક્તિ પ્રદર્શીત કરે છે અને અરિહંત ભગવંત સર્વને ધર્મની દેશના દઈ શકે તે માટે સમવસરણની રચના કરે છે. એ વખતે દેવતાઓ 19 અતિશ કરે છે. તે આ રીતે - (1) પ્રથમ વાયુકુમાર જાતિના ભવનપતિ દેવે એક જન પ્રમાણે ભૂમિને સંવર્તક વાયુ વડે સાફ કરે છે. (2) પછી મઘકુમાર નામના ભવનપતિ દેવે ધૂળ સમાવવા માટે ગંદકની વૃદ્ધિ કરે છે. (3) પછી વ્યંતરદેવે તે પર પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે અને વનસ્પતિકાયને બાધા ન થાય તેવી રીતે રત્ન-શીલા વડે પૃથ્વી-પીઠ બાંધે છે. (4) તેના પર ભવનપતિ દેવ રજત-પ્રાકાર એટલે રૂપને ગઢ રચે છે. તે કોટની અંદર જ્યોતિષી દેવે સુવર્ણમય-પ્રાકાર એટલે સોનાને ગઢ રચે છે, અને તે કેટની અંદર વિમાનિક દે ૨નમયપ્રાકાર એટલે રત્નને ગઢ રચે છે. (5) આ ત્રણ ગઢની અંદર મધ્ય ભાગમાં વ્યંતરદેવે રત્ન જડિત પીઠ રચે છે, તેના પર કંઈક ઊંચી એક બેઠક બનાવે છે અને તેના પર અશોક વૃક્ષ (ચૈત્ય-વૃક્ષ)ની રચના કરે છે. (6) તેની નીચે સ્ફટિક રત્નનું સિંહાસન રચે છે. (7-8) તેના પર ત્રણ છત્રો અને ચામર વગેરે રચે છે. (ઈ અરિહંત ભગવંત ચાલે છે, ત્યારે પગ મૂકવા માટે દેવે, નવ સુવર્ણ-કમળની રચના કરે છે. (10) આ કમળ પર પગ મૂકતાં અરિહંત ભગવંત સમવસરણના પૂર્વ દ્વારે આવે છે અને ત્યાંથી પ્રવેશ કરી ચૈત્ય વૃક્ષનેક પ્રદક્ષિણા દઈ “નમો તિસ” એમ બોલી + વિરતું વર્ણન માટે જુઓ પ્રસ્તુત સંપાદક વિરચિત ગ્રંથઃ “દેવાધિ દેવ ભગવાન મહાવીર * ચિત્યક્ષનું હરય જાણવા જુઓ પ્રસ્તુત સંપાદક વિરચિત “દેવાધિદેવ ભગવાન મહાવીર”