________________ પ્રકરણ થયું [[ 69. અને ચોથી અવસ્થા પ્રાપ્ત કરે છે, અને અવશિષ્ટ કમે ખપાવી નિવાણ પદની પ્રાપ્તિ અરિહંતના દેહને ઈન્દ્ર દિવ્ય-જળથી નવરાવે છે, તેના પર બાશાષે ચંદનનો લેપ કરે છે અને દિવ્ય વસ્ત્રાભૂષણથી શણગારી ગશીર્ષ ચંદનને કાષ્ઠની ચિતા પર મૂકે છે. પછી અગ્નિકુમાર દેવો ચિતામાં અગ્નિ પ્રકટાવે છે, વાયુકુમાર દેવે વાયુ વડે તેને પ્રજવ લિત કરે છે અને અન્ય દેવે તેમાં કેસર, કરતુરી, ઘૂત વગેરે પદાર્થો નાખે છે. આ ચિતામાં અરિહંતના દેહની સર્વ ધાતુઓ બળી જાય છે, પરંતુ અસ્થિ બાકી રહે છે. તેમાંથી જમણી અને ડાબી ડાઢ શક તથા ઈશાનેન્દ્ર ગ્રહણ કરે છે. નીચેની બંને ડ ચમર અને બલિ ઈન્દ્ર ગ્રહણ કરે છે, બાકીના દાંત બીજા ઈન્દો ગ્રહણ કરે છે અને શેષ અસ્થિને દેવતાઓ અતિ આદરથી લઈ લે છે. પછી નિર્વાણના સ્થાને મણિમય સ્તૂપની રચના કરે છે અને ત્યાંથી નંદીશ્વરદ્વીપે જઈ અષ્ટાહ્નિકા મત્સવ કરી પોતાના સ્થાને જાય છે. આ વખતે વિશ્વના મનુષ્યની સ્થિતિ બહુ વિષાદમય થઈ પડે છે. તેમને માર્ગ દર્શાવનાર, તેમના મનના સંશો ભાંગનાર, તેમને નવી આશા અને નવું જીવન આપનારને વિગ તેમનાથી સહન થતો નથી, છેવટે ગમે તેમ કરીને તેને પિતાના મનને સમજાવે છે, અને તેમને પુનઃ પુનઃ વંદન કરીને કૃતાર્થ થાય છે. અરિહંત ભગવંતની ખાસ વિશેષતા જણાવવા માટે શાસ્ત્રકારોએ અષ્ટ-પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય એમ બાર ગુણેની * જે પ્રરૂપણ કરી છે, તેનાથી પણ પાઠકએ પરિચિત થવું જરૂરી છે. શાસ્ત્રકારે કહે છે કે ઈન્દ્ર વડે નિયુક્ત કરાયેલા છડીદાર જેવા દે તે પ્રતિહાર અને તેમણે ભક્તિવશાત્ કરેલ જે કર્યું તે પ્રાતિહાર્ય. તાત્પર્ય કે અરિહંત ભગવંતની ભક્તિ નિમિતે દેવે દ્વારા જે વિશિષ્ટ ઉપચાર થાય છે, તેને પ્રાતિહાર્ય કહેવાય છે. પ્રાતિહાર્યની સંખ્યાને સ્પષ્ટ ઉલ્લેખ ચેઈવિંદણુ મહાભાસમાં મળે છે : अढविहपाडि हेर अरिहंति तेण अरहंता (गाथा-२७७) આઠ પ્રાતિહાર્યોની પૂજાને ગ્ય હોવાથી તે અરિહંત કહેવાય છે અને તેમાં તેનાં નામે પણ જણાવેલાં છે, તે આ પ્રમાણે असोगरुक्खो सुरपुप्फबुट्टी, दिव्योज्झुणी चामरमासणंच / भामंडलं दुंदुहि याऽऽयवत्तं, सुपाडिहेराणि जिणाणमेव // * આ બારમુના વિસ્તૃત વર્ણન માટે જુઓ “દેવાધિદેવ ભગવાન મહાવીર.”