________________ 68 ] નમસ્કાર અર્થસંગતિ પૂર્વાભિમુખ બેસે છે. અરિહંત ભગવંતનું મુખ બધા જોઈ શકે તે માટે દેવે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તેમની ત્રણ પ્રતિકૃતિઓ સ્થાપે છે. (11) અરિહંત ભગવંત જ્યારે વિહાર કરે છે, ત્યારે દેવે આકાશમાં સૂર્યમંડળના જેવું તેજસ્વી ધર્મચકને આગળ ચલાવે છે. (12) તેની સાથે અત્યંત ઊંચે ધર્મધ્વજ રાખે છે. (13) વળી દેવ-શક્તિથી વાયુ અનુકૂળ વાય છે. (14) પક્ષિઓ પ્રદક્ષિણાવાળી ગતિમાં ઉડતાં હોય છે. (15) માર્ગમાં રહેલા કંટકો અધમુખ થય છે. (16) વૃક્ષે નમ્ર થાય છે અને પુષ્પ વડે અરિહંત ભગવંતને વધાવે છે. (17) સર્વ ઋતુઓ અનુકૂળ થાય છે. (18) અરિહંત ભગવંતના નખ તથા કેશ વૃદ્ધિ પામતા નથી. . (19) અને ચારે નિકાયના મળી ઓછામાં ઓછા એક કોટિ દેવ સાથે રહે છે. ચાર જન્માતિશ, અગિયાર કર્મક્ષયજ અતિશય અને ઓગણીશ દેવતાકૃત અતિશ મળી અરિહંત ભગવંતના કુલ ચોવીશ અતિશય ગણાય છે. - અરિહંતે માલવકૌશિક (માલકોશ) આદિ રાગમાં દેશના દે છે. તે વખતે દેવે તેમાં દિવ્ય-ધ્વનિ પૂરે છે એટલે તે અત્યંત કર્ણ મધુર લાગે છે. તેઓ છેડા શબ્દોમાં ઘણું કહે છે, લોક-ભાષાને જ ઉપયોગ કરે છે અને દાન, શીલ, તપ તથા ભાવમય ધર્મનું અનેકાન્ત દષ્ટિએ પ્રતિપાદન કરે છે. તેમના સમવસરણમાં યંત્રણું (પીડા) વિકથા, પરસ્પર મત્સર કે ભય હોતું નથી. તેથી સર્વ પ્રકારના દેવે, મનુષ્ય અને તિર્યંચે તેમની દેશના સાંભળવાને આવે છે અને તેમની જનેગામિની મધુર વાણી સાંભળી સર્વ—વિરતિ, દેશ-વિરતિ કે સમ્યકત્વ-સામાયિક પામે છે. અરિહંતની દેશના કદી પણ નિષ્ફળ જતી નથી. પ્રભુ મહાવીરની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ એ એક અચ્છેરું એટલે આશ્ચર્યજનક ઘટના ગણાય છે. અપૂર્વ દેશના શક્તિને લીધે અરિહંતે લાખે-કોડે જેવોના હૃદયમાં પવિત્ર જીવન જીવવાની ભાવના પ્રકટાવે છે. અને તેમને એક સંઘ રચી તીર્થનું પ્રવર્તન કરે છે. આ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચાર અંગે હોય છે, એટલે તે થતુર્વિધ સંઘ કહેવાય છે. તે - અરિહંતની ગેરહાજરીમાં આ સંઘ તેમણે ઉપદેશેલા ધર્મને પ્રચાર ચાલુ રાખે છે અને તેના લીધે ભાવિ જગત પિતાનું કલ્યાણ સાધવાને માર્ગ પામી શકે છે. આ આયુઃ સ્થિતિ પૂર્ણ થયે અરિહંત પર્યકાસન આદિ મુદ્રાએ શુકલધ્યાનની ત્રીજી