________________ પ્રકરણ એવું [71 અરિહંત ભગવંતની સ્થિરતા હોય કે તેઓ વિહારમાં હોય ત્યારે આકાશમાં દેવે અદશ્ય રીતે દુંદુભિ નાના વાદ્ય વગાડ્યા કરે છે, તેને દુંદુભિ પ્રતિહાર્યું કહેવામાં આવે છે. અને અરિહંત ભગવંત દેશના દે છે, તે વખતે તેમનાં મસ્તક પર મોતીઓની માળાઓથી યુક્ત, કંદ પુષ્પની માળાથી શણગારેલા અને સ્ફટિક રત્નમય ત્રણ છે વિક છે, તેને છત્ર નામનું આઠમું પ્રાતિહાર્ય માનવામાં આવે છે. જિનમુર્તિના પરિકરમાં આઠે પ્રાતિહાર્યને કલામય ઉપયોગ થાય છે અને સમવસરણથિત અરિહંત ભગવંતનું ધ્યાન ધરતાં તેનું આલંબન અવશ્ય લેવું પડે છે, આ પરથી પાઠકોને અટ-પ્રતિહાર્યની મહત્તાને ખ્યાલ જરૂર આવી જશે. શાસ્ત્રકાર શિષ્ય કે શ્રોતાઓને વિશદ જ્ઞાન આપવા માટે સંક્ષિપ્ત વસ્તુને વિસ્તાર કરે છે અને વિસ્તૃત વસ્તુને સંક્ષેપ કરે છે. તે રીતે તેમણે ત્રીશ અતિશયેને સંક્ષેપ ચાર અતિશયમાં કર્યો છે, તેનાં નામે અનુક્રમે જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયાપગમાતિશય છે. વાસ્તવિક અર્ણપણની શરૂઆત કેવલજ્ઞાન પ્રકટવાથી થાય છે, એટલે પ્રથમ વિધાન જ્ઞાનતિશયનું કરવામાં આવ્યું છે. જ્ઞાન પ્રકટ થતાં દેવ-દાન વગેરે તેમની વિશિષ્ટ પ્રકારે પૂજા કરે છે, માટે બીજું વિધાન પૂજાતિશયનું કરવામાં આવ્યું છે. એ પ્રકારે પૂજા થયા પછી અરિહંત ભગવંત અભૂત વાણી વડે ધર્મની દેશના દે છે. એટલે ત્રીજું વિધાન વચનાતિશયનું કરવામાં આવ્યું છે અને અરિહંત ભગવંત રિથર હોય કે વિચરતા હોય ત્યાં ત્યાંથી સર્વ અપાયને અપગમ થાય છે એટલે ચોથું વિધાન અપાયાગમાતિશયનું કરવામાં આવ્યું છે.* અરિહંત ભગવંતે તપશ્ચર્યાનાં બળે જ્ઞાનનું આવરણ કરનારા સર્વ કર્મોને ક્ષય કરી કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તેને જ્ઞાનાતિશય કહેવામાં આવે છે. આ જ્ઞાનને લીધે તેઓ કલેકના સર્વ ભાવે વાણી શકે છે. જ્ઞાનાતિશયના પ્રભાવથી ભગવંતના અસ્તિત્વ માત્રથી અનેક જીવોના સંશયે એકી સાથે સમકાળ દૂર થઈ જાય છે. અરિહંત ભગવંતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ દેવેંદ્રો વગેરે અષ્ટમાપ્રાતિહાર્યાદિની રચના વડે ભગવંતની મહાન ભક્તિ કરે છે તેને પૂજાતિશય કહેવામાં આવે છે. અરિહંત ભગવંત કેળવજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ દેશના દે છે. તે વખતે તેમની વાણીમાં નીચેના 35 ગુણ હોય છે, એ વચનાતિશય છે? * કેટલાક ગ્રંથોમાં અપાયા પગમાતિશ પ્રથમ કહેલ છે. * આ ચાર મૂલતિશના વિસ્તૃ1 વર્ણન માટે જુઓ પ્રસ્તુત સંપ દક વિરચિત ગ્રંથ દેવાધિદેવ ભગવાન મહાવીર