________________ 10 ] નમસ્કાર અર્થસંગતિ (1) અશોકવૃક્ષ (2) સુરપુષ્પવૃષ્ટિ, (3) દિવ્યધ્વનિ, (4) ચામર, (5) આસન, (6) ભામંડલ (7) દુંદુભિ (8) છત્ર એ સુપ્રાતિહાર્યા જિનેને જ હોય છે. આવાં જ નામે દર્શન–શુદ્ધિનાં નીચેના લેકમાં આવે છે. अशोकवृक्षः सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासनं च भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् // પ્રવચન સારોદ્ધારની નિમ્ન ગાથા અષ્ટ પ્રાતિહાર્યના આ નામનું સંપૂર્ણ અનુમોદન કરે છે : कंकिल्लि कुसुमवृट्ठी देवज्झुणी चामराऽऽसणाई च / भावलय भेरी छत्तं जयंति जिणपाडि हेराई // 440 / / (1) કંકિલી–અશોકવૃક્ષ, (2) કુસુમવૃષ્ટિ, (3) દિવ્યધ્વનિ (4) ચામર, (5) આસન, (6) ભા મંડલ, (7) દુંદુભિ અને (8) છત્ર એ આઠ પ્રાતિહાર્યા જય પામે છે. અહીં એટલું જણાવવું ઉચિત લેખાશે કે દિગમ્બર સંપ્રદાય પણ આ પ્રકારના પ્રાતિહાર્યને સ્વીકાર કરે છે અને તેની સંખ્યા આઠની જ માને છે. અરિહંત ભગવંતના શરીર માન કરતાં બાર ગણું ઊંચું, સુંદર આકૃતિવાળું, વિશાલ ઘટાયુક્ત, રક્ત વર્ણનાં પર્ણો તથા વિવિધરંગી પુષ્પ થી સુશોભિત જે અશોકવૃક્ષ દેવતાઓ રચે છે, તેને અશોકવૃક્ષ પ્રાતિહાર્યું કહેવામાં આવે છે. સમવસરણની ભૂમિમાં દેવતાઓ પંચરંગી પુષ્પની વૃષ્ટિ કરે છે, તેને સુરપુષ્પ વૃષ્ટિ પ્રાતિહાર્યા કહેવામાં આવે છે. અરિહંત ભગવંતની દેશના માલકોશ વગેરે રોગોના સ્વરને અનુસરતી હોય છે, તેમાં દેવતાઓ વેણુ-વીણ આદિ દિવ્ય-વાઈના સૂરની જે મિલાવટ કરે છે, તેને દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. અરિહંત ભગવંત દેશના દે છે, તે વખતે તેમની બંને બાજુ દેવતાઓ ત ચામર વીજે છે, તેને ચામર પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. અરિહંત ભગવંતને બેસવા માટે પાદપીઠ સહિત સિંહની આકૃતિનું સ્ફટિકમય જે આસન બનાવે છે. તેને સિંહાસન પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. અરિહંત ભગવંતના શરીરમાંથી નીકળી રહેલી દિવ્યપ્રભાનું સંવરણ કરવા માટે તેમના મસ્તકની પાછળ જે રચના કરવામાં આવે છે, તેને ભામડલ પ્રતિહાર્ય કહેવામાં આવે છે.