________________ [ 65 પ્રકરણ એ અરિહંત બાલ્યાવસ્થામાં માતાનું સ્તનપાન ન કરતાં અંગૂઠામાંનું અમૃત ચૂસે છે, પછી કંઈક મોટા થતાં ફળ કે ધેલા અન્નનું ભજન કરે છે, અને એ રીતે તેમના શરીરનું સંવર્ધન થાય છે, દીક્ષા પર્વેનું જીવન અરિહંત કુમાર અવરથામાં આવે છે, ત્યારે સમવયસ્ક મિત્ર સાથે અનેક પ્રકારની આનંદકીઠા કરે છે અને તેમાં વીરતા, ધીરતા, ઔદાર્ય વગેરે ગુણોને પરિચય આપે છે. પછી યુવાન થતાં ભગ્ય કમને ઉદય હેય તે વિવાહિત થાય છે અને નિરાસતપણે સંસારનાં સુખ જોગવતાં રાજકુમારને ગ્ય સઘળાં કર્તવ્યોનું પાલન કરે છે. ત્યારબાદ રાજ્યપદની પ્રાપ્તિ થાય તે પ્રજાનું કલ્યાણ થાય એ રીતે વર્તે છે અને સંવેગે પ્રમાણે યુદ્ધો ખેડીને રાજ્યને વિસ્તાર પણ કરે છે.* અરિહંત સ્વયંજ્ઞાની હોવાથી અને જગદ્ગુરુ થવાને સર્જાયેલા હોવાથી પ્રચલિત શિક્ષાની અપેક્ષા રાખતા નથી. સમય જતાં અરિહં તેને સંસારના સર્વ સુખો અસાર જણાય છે અને મેક્ષની તાલાવેલી લાગે છે. તે જ વખતે પાંચમા દેવલોકને અંતે વસનારા સારસ્વતાદિ નવ લેકાંતિક દેવે તેમની સમીપે આવીને વિનયપૂર્વક કહે છે : “હે ભગવંત! સર્વજનું હિત કરનારું તીર્થ પ્રવર્તાવે.” આ શબ્દનું નિમિત્ત પામીને અરિહંતે સંસાર છોડવાની તૈયારી કરે છે અને બાર માસ સુધી કરેડો સુવર્ણ મહેરનું દાન દે છે. પછી નિયત દિવસે ઉપવાસાદિ તપશ્ચર્યા કરીને દેવેએ આણેલી શિબિકામાં બેસી નગર બહાર ઉદ્યાનમાં જાય છે અને અશેકવૃક્ષ નીચે ઉભા રહી સર્વવસ્ત્ર, માલ્ય અને અલંકારોને ત્યાગ કરે છે. તે જ વખતે ઈન્દ્ર તેમના ખભા પર દેવદુષ્ય નામનું વસ્ત્ર નાખે છે. પછી અહિંત પાંચ મૂઠી ભરીને પિતાના મસ્તક પર રહેલા સર્વેકેશન લોચ કરે છે અને સૌધર્માધિપતિ તેને પિતાનાં વસ્ત્રમાં ગ્રહણ કરે છે. આટલે વિધિ થયા બાદ અરિહંત ભગવંત “નમો સિદ્ધાણં' બોલીને સર્વ પાપવ્યાપારનું નવકોટિ પ્રત્યાખ્યાન કરી સમતા ગની સાધના સ્વીકારે છે અને ત્યાંથી અન્યત્ર વિહાર કરી જાય છે. આ પ્રતિજ્ઞાને શાસ્ત્રીય પરિભાષામાં સર્વવિરતિ સામાયિક કહેવામાં આવે છે. + ચોવીશ તીર્થકરમાંના શ્રીવાસુપૂજ્ય, શ્રી મહિનાથ શ્રી અરિષ્ટનેમી શ્રી પાર્શ્વનાથ શ્રી મહાવીરે રાજ્યપદ ગ્રહણું કર્યું ન હતું. બાકીના તીર્થંકરોએ રાજપદ ગ્રહણ કર્યું હતું અને તેમના શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ તે છ ખંડ છતાને ચક્રવર્તી પણ થયા હતા. (1) પાપ મનથી કરવું નહીં, (2) પાપ મનથી કરાવવું નહિ. (3) પાપ મનથી અનુમોદવું નહિ, (4) પાપ વચનથી કરવું નહિ. (5) પાપ વચનથી કરાવવું નહિ. (6) પાપ વચનથી અનમેદવું નહિ (9) પાપ કાયાથી કરવું નહિ. (8) પાપ કાયાથી કરાવવું નહિ (9) પાપ કાયાથી અનુમોદવું નહિ.