________________ પ્રકરણ ચોથું [ 63 અરિહંતે ગર્ભમાં આવે છે, ત્યારે માતાને હાથી, વૃષભ, સિંહ, લહમીદેવી, પુષ્પ માળા, ચંદ્ર, સૂર્ય, ધજા, પૂર્ણ કલશ, પદ્યસરોવર, ક્ષીરસમુદ્ર, વિમાન (જો નરકમાંથી આવીને આવેલ હોય તે અસુરપતિ ભવન), રત્નરાશિ અને નિધૂમ અગ્નિ દર્શાવતાં ચૌદ સવ આવે છે, જે પવિત્ર, પરાક્રમી અને પરોપકારી પુત્રરત્નની આગાહી કરે છે. અરિહંતે દેવલોકમાંથી ઔવીને મનુષ્યલકમાં અવતરે તે ઘટનાને અવનકલ્યાણક કહેવાય છે. તેમને જન્મ થાય તે ઘટનાને જન્મકલ્યાણક કહેવાય છે. તેઓ સંસારનો ત્યાગ કરીને સંયમ દીક્ષા ધારણ કરે તે ઘટનાને દીક્ષા-કલ્યાણક કહેવાય છે. તેઓ ચારિત્ર કે પ્રધાનના બળે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે તે ઘટનાને કેવલજ્ઞાન-કલ્યાણક કહેવાય છે. અને તેઓ દેહને ત્યાગ કરીને નિર્વાણપદને પામે તે ઘટનાને નિર્વાણ-કલ્યાશુક કહેવાય છે. અરિહંતેના જીવનની આ પાંગ ઘટનાઓને કલ્યાણક કહેવાનું નિમિત્ત થાય છે. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે અરિહંતને જન્મ થાય છે, ત્યારે સમસ્ત વાતાવરણમાં એક પ્રકારનો આનંદ પ્રસરી જાય છે. દિશા નિર્મળ બને છે, વિધુત્વના પ્રકાશ જે ઉદ્દત સર્વત્ર જોવામાં આવે છે, પવન મંદ મંદ વહીને પૃથ્વી પરની જ દૂર કરે છે, અને મે. તેને તેના પર સુગંધી જળની વૃષ્ટિ કરે છે. તે વખતે નારકીઓને પણ સુખ પ્રાપ્ત થાય છે, તે તિર્યંચ, મનુષ્ય અને દેવેનું તે કહેવું જ શું ? તાત્પર્ય કે તે સમયે બધાને અપૂર્વ સુખને અનુભવ થાય છે. - શામાં કહ્યું છે કે અરિહંતને જન્મ થયેલે જાણને દિશા અને વિદિશાઓમાંથી છપ્પન દિકકુમારિકાઓ તેમની માતા આગળ આવે છે અને મંગલ મહોત્સવપૂર્વક સૂતિકાકર્મ કરે છે. પછી દેવે તેમને મેરુ પર્વત ઉપર લઈ જાય છે અને પોતાના કલ્પ (આચાર) અનુસાર તેમને નાત્ર મહોત્સવ કરે છે. આ મહોત્સવ ઘણો જ ભવ્ય હોય છે અને તેમાં વિવિધ તીર્થોમાંથી લાવેલા જલ વડે ભાવી તીર્થકરને રનાન કરાવવામાં આવે છે. પછી દેવે તેમને માતા આગળ પાછા મૂકી જાય છે અને નંદીશ્વરીપે જઈ અષ્ટાહિકા મહત્સવ કરે છે. જ્ઞાન થાય તે શ્રત કહે છે. ઈદ્રિય અને મનની સહાય વિના આત્માને રૂપી દ્રવ્યોનું મર્યાદિત સીધુ જ્ઞાન થાય તેને અવધિ કહે છે. મનના પર્યાનું જ્ઞાન થાય તેને મનઃ પર્યાય અથવા મન:પર્યવ કહે છે. જે જ્ઞાન પરિપૂર્ણ, અસાધારણ ને અનંત હોય તેને કેવળ કહે છે. કેવલજ્ઞાનથી આત્મા સર્વ પદાર્થોના સર્વ ભાવ જાણી શકે છે. આધુનિક વિજ્ઞાને સ્વીકારેલા “કલેર વયન્સ ઓ “ઇન્ટયુશલ નોલેજ " અવધિજ્ઞાનની સાબિતી આપે છે. “ટેલીપથી” મન:પર્યય જ્ઞાનનું પ્રમાણ પુરું પાડે છે. અને “સાઈ મેટ્રી 'એ એ વાત સિદ્ધ કરી આપી છે કે થાનબળથી જગતની જડ કે ચૈતન્ય વસ્તુનો હજારો-લાખા વર્ષના ઇતિહાસ જાણી શકાય છે તથા તેના સ્વરૂપનું આબેહુબ વર્ણન કરી શકાય છે, એટલે કેવલજ્ઞાનના સિદ્ગત યથાર્થ