________________ પ્રકરણ ત્રીજું [ 49 પ્રશ્ન : સકલ કર્મથી મુક્ત થયેલે જીવ લેકના અભાગે જ શા માટે સ્થિર થાય છે? ત્યાંથી આગળ ગતિ કેમ કર નથી? ઉત્તર : જીવમાં ગતિમાન થવાની શક્તિ છે, પણ ક્યાં ગતિસહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય હોય ત્યાં જ તેની ગતિ સંભવે છે. લેક પૂરે થતાં અલેક શરૂ થાય છે, ત્યાં ધમતિકાય નામનું દ્રવ્ય નથી એટલે સકલ કર્મથી મુક્ત થયેલે જીવ ઊર્ધ્વગતિ કરતે ત્યાં જ અટકી જાય છે. શ્રી પપાતિક સૂત્રમાં કહ્યું છે કે : અઢોય-પરિશા સિદ્ધા, ચોથો ય પટ્રિયા ! અલેથી અટકેલા સિદ્ધના છે લેકના અગ્રભાગે સ્થિર થયેલા છે.” પ્રશ્ન : અલેકમાં શું હોય છે? ઉત્તર : અલકમાં ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ કે કાલ નામનાં દ્ર હોતા નથી પણ માત્ર આકાશ દ્રવ્ય. જ હોય છે. તેથી જીવ અને પુલની ગતિ-સ્થિતિ માત્ર લેકમાં જ સંભવે છે. પ્રશ્ન : સિદ્ધના જે લેકના અગ્રભાગે સ્થિર થઈને શું કરતા હશે? ઉત્તર : સિદ્ધના જી કૃતકૃત્ય હોઈને તેમને કંઈપણ કરવાપણું રહેતું નથી. પરંતુ તેઓ પિતાની ચિદાનંદમય અવસ્થામાં મગ્ન હોય છે, અને અનંતાનંત સુખને અનુભવ કરે છે કે જેનું વર્ણન વૈખરી વાણીથી થઈ શકતું નથી. એક જંગલમાં રહેનાર મનુષ્ય જેમ ચક્રવર્તીને ભેજનને સ્વાદ કેવો હોય છે, તે સમજી શકે નહિ, તેમ સાંસારિક સુખમાં રચ્યાપચ્યા રહેલા આત્માઓ સિદ્ધનાં સુખને યત્કિંચિત્ પણ સમજી શકે નહિ કે તેમની યથાર્થ કલ્પના કરી શકે નહિ. માત્ર ગાભ્યાસીઓ જ તેના સુખની યત્કિંચિત કલ્પના કરી શકે. પ્રશ્ન : આચાર્યો પંચાચારને શા માટે પ્રકાશે ? ઉત્તર : મુમુક્ષુઓ મોક્ષના સુવિહિત માર્ગને જાણી શકે તે માટે આચાર્યો પંચાચારને પ્રકાશે. પ્રશ્ન : આચાર્યો પંચાચારને કેવી રીતે પ્રકાશે? ઉત્તર : આચાર્યો સૂત્ર-સ્રિદ્ધાંતના વ્યાખ્યાન વડે પંચાચારને પ્રકાશે, પણ પિતાની કલ્પનામાત્રથી પ્રકાશે નહિ. પ્રશ્ન : આચાર્ય મૂત્ર-સિદ્ધાંતનું વ્યાખ્યાન કેવી રીતે કરે ? ઉત્તર : આચાર્ય સૂત્ર-સિદ્ધાંતનું વ્યાખ્યાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ જોઈને કરે. બીજા શબ્દમાં કહીએ તે આચાર્ય ઉપસ્થિત થયેલા શ્રોતાઓની યેગ્યતા વગેરેને લક્ષમાં રાખીને ઉપદેશ આપે, પ્રશ્ન : શ્રોતાઓની ગ્યતાથી શું કહેવા ઈચ્છે છે? ઉત્તર : વિનય, વિવેક, નમ્રતા, સરળતા, મધ્યસ્થતા, જિજ્ઞાસાવૃત્તિ વગેરે ગુણોને શ્રોતાઓની યોગ્યતા માનવામાં આવે છે અને તેથી વિપરીત ગુણોને શ્રોતાઓની અગ્યતા માનવામાં આવે છે.