________________ પ્રકરણ ચોથું અરિહંત પદ નમસ્કારમંત્ર સંબંધી ગત પ્રકરણમાં જે વિવેચન કરવામાં આવ્યું છે, તેના પરથી વાંચકો સમજી શકયા હશે કે પ્રસ્તુત મંત્રનું રહસ્ય પંચપરમેષ્ઠી છે અને તેમાં અગ્રપદ અરિહંતોને અપાયેલું છે, એટલે પ્રથમ પરિચય તેમને આપવામાં આવે છે ? જૈન મહર્ષિઓ કહે છે કે આ વિશ્વમાં જે કોઈને ઈશ્વર કે પરમેશ્વરની સંજ્ઞા આપવી હોય તે તે અરિહંતેને તીર્થકરને આપી શકાય, કારણ કે તેઓ બળદેવ, વાસુદેવ, ચકવન અને ઈન્દ્ર કરતાં પણ વિશેષ ઐશ્વર્યશાળી હોય છે અને ત્રણે લેક પર પ્રભુત્વ ધરાવે છે. કેઈપણુ આત્મા અરિહંત-પદને ક્યારે પામી શકે?” એને ઉત્તર આપતાં જૈન શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે “અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલો આત્મા જ્યારે (1) અરિહંત, (2) સિદ્ધ, (3) પ્રવચન, (4) આચાર્ય, (5) સ્થવિર, (6) ઉપાધ્યાય, (7) સાધુ (8) જ્ઞાન, (9) દર્શન (10) વિનય (11) ચારિત્ર (12) શીલવ્રત (13) સમાધિ (14) તપ, (15) દાન, (16) વૈયાવૃત્ય (17) સંયમ (18) અભિનવજ્ઞાન (19) શ્રત અને (20) તીર્થ એ વીસ-સ્થાનકમાંથી કોઈ પણ સ્થાનકનું ઉત્કૃષ્ટભાવે આરાધના કરે છે, ત્યારે તીર્થકર નામકર્મ બાંધે છે અને તે તીર્થકર નામકર્મના ઉદયથી ભવિષ્યમાં તીર્થકર અરિહંત બની શકે છે.* પહેલા અને છેલ્લા તીર્થકરે એટલે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીએ પિતાના પૂર્વજીવનમાં આ વિશે સ્થાનકેને સ્પર્યા હતાં અને મધ્યના તીર્થકરમાંથી કઈ એ એક, કોઈએ બે, કઈ એ ત્રણ તે કઈ એ સર્વ–રથાનેને સપર્યા હતાં.+ અરિહંત થનાર આત્માએ બીજા આત્માઓ જેવા જ હોય છે કે તેમનામાં કઈ વિશેષતા હોય છે?' એ પ્રશ્ન જરૂર વિચારણીય છે, એટલે તેને ઉત્તર અહીં આપવામાં આવે છે. “આમ તે અરિહંત થનાર આત્માઓ બીજા આત્માઓ જેવા જ હોય છે, 4 આવશ્યક નિયુક્તિ ગાથા (178, 18, 181). ' + આવશ્યક નિયુક્ત ગાથા 182 અહીં એ જણાવવું ઉપયોગી થઈ પડશે કે બૌદ્ધ-ધર્મમાં પણ લગભગ આવી જ માન્યતા પ્રચલિત છે તેના શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે આત્મા ભવિષ્યમાં બુદ્ધ થનાર હોય તેણે પૂર્વભામાં દાન, શીલ, નૈષ્કર્પ, (વૈરાગ) પ્રજ્ઞા, વીય, ક્ષતિ, સત્ય, અધિષ્ઠાન (અડગતા) મૈત્રી, અને ઉપેક્ષા એ દશ પારમિતાઓનું આરાધન કરવું પડે છે. શાક્યપુત્ર ગૌતમબુધે તેમના પૂર્વ-જીવનમાં આ દશે પારિમિતાઓનું આરાધન કર્યું હતું.