________________ પ્રકરણ ચિહ્યું [f 59 પરંતુ તેમનામાં વિશેષતા એટલી હોય છે કે તેઓ પરોપકાર કરવાના સ્વભાવવાળા, સ્વાર્થને ગૌણ કરનારા, સર્વત્ર ઊચિત કિયાને આચરનારા, દીનતા વિનાના સફળ કાર્યને જ આરંભ કરનારા, કૃતજ્ઞતા દર્શાવનારા, દુષ્ટવૃત્તિઓથી નહિ હણાયેલ ચિત્તવાળા, દેવ અને ગુરુનું બહુમાન કરનારા તથા ગંભીર આશયને ધારણ કરનારા હોય છે.* જેમ અરિહંત થવાને સમય નજીક આવી જાય છે, તેમ તેમ આ ગુણે વધારે વિકાસ પામતા જાય છે અને છેવટે તે મહાન કરૂણું ભાવનામાં પરિણમે છે. આ વખતે તીર્થકર નામકર્મને બંધ નિકાચિત થાય છે. પછી તેઓ પ્રાયઃ ઉચ્ચપ્રકારના દેવલોકમાં જન્મે છે અને ત્યાંથી ચ્યવીને મનુષ્યલકમાં, પંદર કર્મભૂમિમાં, આર્યક્ષેત્રમાં અને આર્યકુલમાં જન્મે છે. અહીં વાંચો પૂછશે કે “અરિહંત થનાર આત્માએ દેવલોક છેડીને મનુષ્યલેકમાં શા માટે અવતરતા હશે? અને તેમાં ય કર્મભૂમિમાં, આર્યક્ષેત્રમાં ને આર્યકુલમાં જ કેમ ઉત્પન્ન થતા હશે?” એટલે પ્રથમ તેમના મનનું સમાધાન કરવામાં આવે છે. “શાસકારોએ ચાર પ્રકારની ગતિ માની છે, નરક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ. તેમાં મનુષ્યગતિમાં જ મેક્ષના અનંતર કારણરૂપ સમ્યફ ચારિત્રને સદ્ભાવ છે, એટલે છેલ્લે ભવ કરનાર આત્મા મનુષ્યગતિમાં જ જમે એ સિદ્ધાંત સ્થાપિત થયેલો છે અને મનુ. ધ્યગતિને પ્રાપ્ત કરનાર આત્માઓ કર્મભૂમિ અને અકર્મભૂમિ એવા બે વિભાગમાં જન્મે છે. તેમાં કર્મભૂમિમાં કૃષિ, વાણિજ્ય, કળા, હુન્નર, ધર્મ આદિને વ્યવહાર પ્રવે છે અને અકર્મભૂમિમાં તે માત્ર યુગલિક અવસ્થા જ પ્રવર્તે છે, તેથી છેલ્લે ભવ કરનાર આત્માઓ મનુષ્યલોકના કર્મભૂમિ નામક વિભાગમાં જ જન્મે એ વાત નક્કી કરેલી છે. વળી કર્મ ભૂમિમાં પણ આર્યક્ષેત્ર અને અનાર્યક્ષેત્ર એવા બે વિભાગો છે, તેમાં ધર્મારાધનની વિશેષ અનુકૂળતા આર્યક્ષેત્રમાં જ હેવાથી અરિહંતે આર્યક્ષેત્રમાં જન્મ. જે આત્મા ધર્મચકનું પ્રવર્તન કરીને જગને ઉદ્ધાર કરવાને છે અને જગત-પૂજ્ય બનવાનું છે, તે આર્ય કુળમાં જ ઉત્પન થાય, એમ માનવામાં આવ્યું છે. તે માટે આ રહ્યા નિર્યુક્તિકારના શબ્દો : अरिहंत चक्कवट्टी बलदेवा चेव वासुदेवा य एए उत्तमपुरिसा न हु तुच्छकुलेसु जायंति // 49 // उग्गकुल भोगखत्ति अ कुलेसु इकखागनायकोरवे / हरिवंसे अ विसाले आयंति तहिं पुरिससीहा // 50 // * લલિત-વિસ્તરા ત્ય-વંદન વૃત્તિ * કોઈક આત્માઓ નરકને ભવ કરીને પછી મનુષ્ય થાય છે, તેથી અહીં પ્રાયઃ શબ્દને પ્રગ કર્યો છે.