________________ નમસ્કાર અર્થસગતિ તીર્થકર, ચક્રવર્તીએ, બલદે અને અને વાસુદેવ આ ઉત્તમ-પુરુષે કદી હલકા કુળમાં ઉત્પન્ન થતા નથી. તે પુરુષસિંહ ઉગ્ર, ભગ, ક્ષત્રિય, ઈક્ષવાકુ, જ્ઞાન, કૌરવ્ય, હરિવંશ વગેરે વિશાલ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય છે.'+ અરિહંત દેવે કયારે ઉત્પન્ન થાય છે? અને કેટલા ઉત્પન્ન થાય છે, એ પ્રશ્નને ઉત્તર શાસ્ત્રકાર મહર્ષિઓએ આ પ્રમાણે આપે છે: “કાલચકના બે વિભાગો છે : અવસર્પિણીકાલ અને ઉત્સર્પિણીકાલ. તેમાં અવસર્પિણીકાલમાં દરેક વસ્તુના રસકસ અનુક્રમે ઉતરતા જાય છે અને ઉત્સર્પિણી કાલમાં દરેક વસ્તુના રસકસ અનુક્રમે ચડતા જાય છે. આ બને કાલમાં છ છ આરાએ હોય છે. એટલે સમસ્ત કાલ-ચક બાર આરાનું બને છે. અવસર્પિણને પ્રથમ આરે એકાંત સુષમા ચાર કટાકેટી સાગરોપમનો હોય છે, બીજે આરે સુષમાં ત્રણ કોટાકોટી સાગરોપમને હોય છે. ત્રીજે આરે સુષમદુષમા બે કેટટી સાગરોપમને હોય છે. એથે આરે દુષમસુષમા બેંતાલીશ હજાર વર્ષ જૂન એક કટોકટી સાગરોપમને હોય છે. પાંચમે આરો દુષમા અને છઠ્ઠો આરે એકાંત દુષમાં એકવીસ-એકવીસ હજાર વર્ષની હોય છે. ઉત્સર્પિણમાં આથી ઉલટો કેમ હોય છે, એટલે પ્રથમ આરો એકાંત દુઃષમા અને બીજે આરે દુઃષમાં એકવીસ-એકવીસ હજાર વર્ષના હોય છે. ત્રીજે આરે દુષમ સુષમા બેંતાલીશ હજાર વર્ષ જુન એક કોટાકોટી સાગરોમને હોય છે, ચોથે આરે સુષમ-દુઃષમાં બે કટાકેદી સાગરોપમને હોય છે, પાંચ આરે સુષમાં ત્રણ કોટાકેટીને સાગરોપમને હેાય છે અને છઠ્ઠો આરે એકાંત સુષમા ચાર કોટાકેદી સાગરોપમને હેય છે. ઉત્સર્પિણીકાળ પૂરો થતાં જ અવસર્પિણી કાળ શરૂ થાય છે. અને અવસર્પિણી કાલ પૂરી થતાં જ ઉત્સર્પિણી કાલ શરૂ થાય છે. આમ કાળનું ચક્ર અવિરત ગતિએ ચાલ્યા કરે છે. બંને કાળમાં અરિહંતને જન્મ ત્રીજા આરાના અંત ભાગથી લઈ ચેથા આરાની પૂર્ણાહુતિ સુધી થાય છે અને તેમની સંખ્યા ચોવીસની હોય છે. અહીં એ સ્પષ્ટીકરણ કરવું આવશ્યક લેખાશે કે આ કાળ-વ્યવસ્થા ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં જ છે, પણ મહાવિદેહ ક્ષેત્રમાં નથી. ત્યાં તે બધે કાળ સરખે સુખમય જ હેય છે અને તેમાં સમયાનુસાર અરિહંતે ઉત્પન્ન થાય છે. ભરતક્ષેત્રમાં ત્રીજા આરાના અંતભાગથી ચોથા આરાની સમાપ્તિ સુધીમાં શ્રી અષભાદિ ચોવીશ અરિહંતે થયા તેને ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશી ગણવામાં આવે છે + બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે કે બુદ્ધને જન્મ ઊંચા ક્ષત્રિય કુળમાં થાય છે. ભધિસત્વ જયારે દેવલોકમાંથી એવીને બુદ્ધ તરીકે મનુષ્યલોકમાં અવતરવાના હતા, ત્યારે દેવપુત્રોએ તેમના જમવાનાં સ્થાન અને રાજકુળ વિષે ઘણી ચર્ચા કરી અને છેવટે કપિલવસ્તુ નગર તથા શાક્ય કુળ પર પસંદગી ઉતરી.