________________ પ્રકરણ ચીજું [ 47 પ્રશ્ન : ભવિષ્યકાલમાં કેટલા સિદ્ધ થયા હશે ? ઉત્તર : અનંત પ્રશ્ન : અનંત આત્માઓમાંથી અનંત આત્માઓ સિદ્ધ થયા પછી કેટલા આત્માઓ બાકી રહે? ઉત્તર : અનંત તીર્થકર ભગવંતોને જ્યારે પણ એમ પૂછવામાં આવે છે કે કેટલા આત્માઓ સિદ્ધ થયા ? ત્યારે તેઓ જણાવે છે કે એક નિગદને અનંત ભાગ સિદ્ધ થયે છે, એટલે કે અનંતાનંત આત્માઓ હજી સિદ્ધ થવાના બાકી છે. સંખ્યાતના ગણિતમાં અમુક સંખ્યામાંથી અમુક સંખ્યા બાદ થાય તે અમુક સંખ્યા બાકી રહે તેમ કહી શકાય છે, પણ અનંતનું ગણિત તેથી જુદું છે. તેમાં તે અનંતમાંથી અનંત બાદ જાય તે પણ અનંત જ રહે છે. પ્રશ્ન : જીવો કેટલા પ્રકારે સિદ્ધ થાય છે? ઉત્તર : જી પંદર પ્રકારે સિદ્ધ થાય છે, તે આ પ્રમાણે (1) તીથ-સિદ્ધો-તીર્થ ઉત્પન્ન થયા પછી તેના સદ્ભાવમાં સિદ્ધ થયેલા. અતીર્થ-સિદ્ધો-તીર્થ સ્થપાયા પહેલાં કે તીર્થને વિચ્છેદ થયે હેય તે કાલમાં સિદ્ધ થયેલા ) (3) તીર્થંકર--સિદ્ધ તીર્થકરની પદવી પામીને સિદ્ધ થયેલા. (4) અતીર્થંકર-સિદ્દો તીર્થકરની પદવી પામ્યા વિના સિદ્ધ થયેલ. (5) સ્વયં-બુક્ર-સિદ્ધો-જેઓ કોઈને ઉપદેશ સિવાય પોતાની મેળે બંધ પામીને સિદ્ધ થયેલા. (6) પ્રત્યેકબુદ્ધ-સિદ્ધિો-રાજર્ષિ કરકંદૂ અને નમિરાજ વગેરેની માફક એકાદ નિમિત્તથી બેધ પામીને સિદ્ધ થયેલા. (7) બુદ્ધઓધિત-સિદ્ધો-આચાર્યાદિથી બેધ પામીને સિદ્ધ થયેલા. (8) સ્ત્રીલિંગ-સિદ્ધો-સ્ત્રીપણામાં સ્ત્રીના વેશમાં સિદ્ધ થયેલા. અહીં લિંગ શબ્દથી બાહ્યકાર સમજ પણ વિષયની ઈરછારૂપ ભાવ વેદ ન સમજે, કારણ કે ભાવેદમાં વર્તતે કઈપણ જીવ સિદ્ધ થતું નથી, (9) પુરુષલિંગ-સિદ્ધો-પુરૂષપણામાં-પુરૂષના વેશમાં સિદ્ધ થયેલા. (10) નપુંસકલિંગ-સિદ્ધો-ગાંગેયની જેમ નપુંસકલિંગે સિદ્ધ થયેલા. (11) સ્વલિંગ-સિદ્ધો-અહીં લિંગ એટલે વેશ-હરણાદિરૂપ સાધુના વેશે સિદ્ધ થયેલા. (12) અન્યલિંગ–સિદ્ધો-વલકલ, ભગવા વસ્ત્ર વગેરેરૂપ સંન્યાસી આદિના વેશે સિદ્ધ થયેલા. (13) ગૃહિલિંગ સિદ્ધોમદેવી માતા વગેરેની જેમ ગૃહસ્થના વેશમાં સિદ્ધ થયેલા. (14) એક-સિદ્દો-એક સમયે એક મોક્ષે ગયેલા