________________ 52 ] નમસ્કાર અર્થ સંગતિ (1) આયાર (આચાર) (2) સૂયગડ (સૂત્રકૃત), (3) ઠાણ (સ્થાન) (4) સમવાય (સમવાય) (5) વિવાહપણુતિ (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી) (6) નાયાધમ્મકહા (જ્ઞાતા ધર્મકથા) (7) ઉવસગ દસા (ઉપાસક દશા) (8) અંતગડદસા (અંતકૃદશા) (9) આગુત્તવવાદસા (અનુત્તરપાતિક દશા) (10) પહાવાગરણ (પ્રશ્ન-વ્યાકરણ) (11) વિવા-સુય (વિપકડ્યુત) અને (12) દિવાય (દષ્ટિવાદ) આ પ્રશ્ન : ગણું રે આ સૂત્ર કયા ક્રમે રચે છે? ઉત્તર : ગણધરે પ્રથમ દષ્ટિવાદ રચે છે કે જેનું બીજું નામ “પૂર્વગત” છે. અને પછી આયાર, સુયગડ વગેરે અગિયાર અંગેની રચના કરે છે. આ વસ્તુનું પ્રમાણ એ છે કે શાસ્ત્રકારોએ પૂર્વની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. પૂર્વાનિ પૂર્વાણિ-પૂર્વે રચાયાં તે પૂર્વ અથવા બ્રુતા પૂર્વત્રિય તિ વૃળિ ૩રપાર પૂર્વાડકીનિ વતુર્વા સર્વશ્રતની પૂર્વે કરાય છે માટે પૂર્વ, તે ઉત્પાદપૂર્વ વગેરે ચૌદ છે.” વિશેષાવશ્યક-ભાષ્યની નિમ્ન-ગાથામાં પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યું છે. जइवि य भूयावाए, सव्वस्स वओगयस्स ओयारो / निज्जूहणा तहा विहु, दुम्मेहे पथ इत्थीय // 551 // ( શિષ્ય પ્રશ્ન કરે છે: “હે પ્રભે ! આગમમાંથી સંભળાય છે કે ગણધર મહારાજ પ્રથમ પૂર્વની રચના કરે છે અને એ પૂર્વમાં સંપૂર્ણ વામય અંતત થાય છે. તે શેષ અંગે (બાકીનાં અગિયાર અંગે) અથવા અંગ–બાહ્ય-શ્રુત રચવાથી શું લાભ ?" એને ઉત્તર આપતાં ગુરુ જણાવે છે કે હે શિષ્ય !) જે કે ભૂતવાદમાં-દષ્ટિવાદમાં સર્વ વાડમયને અન્તર્ભાવ થાય છે, તે પણ મંદમતિ વાળા તથા સ્ત્રીઓના ઉપકાર માટે શેષશ્રુતની રચના થાય છે. તાત્પર્ય કે પ્રથમ સર્વ વાડમયને અન્તર્ભાવ કરનારા પૂર્વેની રચના થાય છે અને પછી મંદમતિવાળા તથા સ્ત્રી વગેરેના ઉપકાર માટે બાકીનાં અગિયાર અંગો રચવામાં આવે છે. * શ્રી સ્થાનાંગસૂત્રના દસમા સ્થાનમાં દષ્ટિવાદનાં દસ નામો આ પ્રમાણે આપેલાં છે ? दिद्विवातेति वा हे उवातेति वा भूयवातेति वा तच्चावातेति वा . सम्मावातेति वा धम्मावातेति भासविजतेति वा पूवगतेति वा अणुजोगगतेति वा सव्वपाणभूत जीवसत्तसुहावहेति वा (1) દષ્ટિવાદ, (2) હેતુવાદ, (3) ભૂતવાદ, (4) તત્ત્વવાદ, (5) સમ્યગ્વાદ, (6) ધર્મવાદ, (7) ભાષાવિજય (8) પૂર્વગત, (9) અનુગગત અને (10) સર્વપ્રાણભૂત છવસર્વ સુખાવહ. દૃષ્ટિવાદના પાંચ વિભાગો મનાય છે : (1) પરિકર્મ, (2) સૂત્ર, (3) પૂગત (4) અનુગ અને (5) ચૂલિકા. એટલે પૂર્વગત એ તેના એક વિભાગનું પણ નામ છે. આ પૂર્વગત વિભાગમાં ઉત્પાદપૂર્વ વગેરે 14 પૂર્વો આવેલાં છે.