________________ પ્રકરણ ત્રીજું [ 55 - હે જિનનાયક ! તમારી કૃપાથી, પુષ્ય, કીતિ, અભ્યદય, અધિકાર, મહત્વ, સૌભાગ્ય, બુદ્ધિ, વિનય, સુખ અને મને જરૂર વધે છે, તેથી વર્ધમાન યુગલનું (ઉપરથી વધતું નીચે જાય અને નીચેથી વધતું ઉપર આવે, શવ-સંપુટનું એમ) આલેખન કરીએ છીએ. (5) ભદ્રાસનને હેતુ जिनेन्द्रपादैः परिपूज्यपृष्ठ-रतिप्रभावैरतिसनिकृष्टम् / ___ भद्रासनं भद्रकरं जिनेन्द्रपुरो लिखेन्मङ्गलसत्सयोगम् // વિશેષ પ્રકારે પૂજાયેલ ચરણતળવાળા અતિ પ્રભાવશાળી જિનેશ્વર દેવના ચરણેની ખૂબજ નજીક રહેલું, સર્વેનું ભદ્ર કરનારું અને મંગલરૂપી સપદાર્થથી યુક્ત એવું ભદ્રાસન શ્રી જિનેન્દ્ર ભગવાનની આગળ આલેખવું. (6) કલશને હેતુ विश्वत्रये च स्वकुले जिनेशो, व्याख्यायते श्रीकलशायमानः / अतोऽत्र पूर्ण कलशं लिखित्वा, जिनार्चना-कर्म कृतार्थयामः॥ ત્રણ ભુવનમાં અને પિતાના કુલમાં જિનેશ્વર શ્રીલશ જેવા ગણાય છે, તેથી અહીં પૂર્ણ કલશનું આલેખન કરીને અમે જિનપૂજારૂપી કમને સફળ કરીએ છીએ. (7) મીન-યુગલને હેતુ त्वद्वध्य-पञ्चशरकेतन-भावकलप्तं, कर्तुं मुधा भुवननाथ ! निजापराधम् / सेवां तनोति पुरतस्तव मीनयुग्मं, श्राद्धैः पुरो विलिखितं तु निजाङ्गयुक्त्या // હે ભુવનનાથ ! તમારાથી વધ્ય એવા કામદેવના ધ્વજમાં રહેવાથી તેવા જ ભાવને પામેલું મીનયુગ્મ પિતાની અંગ-યુનિવડે અપરાધને વૃથા કરવા માટે તમારી સેવા કરે છે તેથી શ્રાવકો વડે તમારી સમક્ષ આ મીન-યુગલ આલેખાયું છે. (8) દર્પણને હેતુ आत्मालोकविधौ जिनोऽपि सकलस्तीनं तपो दुश्वरं, दानं ब्रह्म परोपकारकरणं कुर्वन् परिस्फुर्जति / सोऽयं यत्र सुखेन राजति स वै तीर्थाधिपस्याग्रतो, निर्मेयः परमार्थवृत्तिविदुरैः संज्ञानिभिर्दर्पणः॥ આત્માનું દર્શન કરવામાં બધા જિનેશ્વર ભગવાન પણ દુર તપ, દાન, અધ્યાત્મ જ્ઞાન, પરોપકાર આદિ કરતાં દેદીપ્યમાન થાય છે. અને એવા તે ભગવાન જેમાં સુખપૂર્વક રાજે-ભે છે, તે દર્પણ પરમાર્થવૃત્તિના જાણકાર વિશિષ્ટ જ્ઞાનીઓ વડે તીર્થકર ભગવાનની આગળ આલેખાય છે. પ્રશ્ન : 9 ના રથાને કેટલાક દોરૂ પાઠ બોલે છે, તેનું કેમ ?