________________ | [ 45 પ્રકરણ ત્રીજું ] (12) કામ, (13) મિથ્યાત્વ, (14) અજ્ઞાન, (15) નિદ્રા (16) અવિરતિ (17) રાગ અને (18) વેષ. પ્રશ્ન : આત્મગુણોને પૂર્ણપણે પ્રકટાવ્યા કયારે ગણાય? ઉત્તર : આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય નામના જે ગુણો રહેલા છે, તે અનંતની કોટિમાં આવે ત્યારે આત્મગુણોને પૂર્ણપણે પ્રકટાવ્યા ગણાય. પ્રશ્નઃ અરિહંત શબ્દને બંધ કરાવનારા બીજા શબ્દો કયા છે? ઉત્તર : અરિહંત શબ્દને બંધ કરાવનારા બીજા શબ્દો નીચે મુજબ છે : (1) ભગવાન (2) તીર્થકર-તીર્થકૃત્ (3) જિન-જિનેશ-જિનેન્દ્ર-જિનેશ્વર (4) સર્વજ્ઞ (5) સર્વદશી (6) કેલી (7) દેવાધિદેવ (2) પુરુષોત્તમ (9) પ્રભુ (10) બુદ્ધ (11) વીતરાગ (12) આપ્ત (13) જગદ્ગુરુ (14) જગન્નાથ (15) જગ–બાંધવ (16) જગરક્ષક (17) જગ-સાર્થવાહ (18) લકત્તમ (19) લોકનાથ (20) ત્રિલોકનાથ (21) ત્રિભુવનસ્વામી (22) પરમ પરમેષ્ઠી (23) પરમેશ્વર (24) પરમાત્મા વગેરે. પ્રશ્ન : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી અરિહંતે ચાર પ્રકારના મનાય છે, તેમાં “નમો અરિહંતા” પદ બોલતાં ક્યા અરિહંતને નમસ્કાર થાય છે? ઉત્તર : “7નો અરિહંતાણં' પદ બોલતાં નામ-અરિહંત, સ્થાપના-અરિહંત, દ્રવ્યઅરિહંત અને ભાવ-અરિહંત એ ચારે પ્રકારના અરિહંતને નમસ્કાર થાય છે. શ્રીહેમચંદ્રાચાર્યે ચતુર્વિશતિ-જિન-સ્તુતિ (સલાહ-સ્તોત્ર) ના પ્રારંભમાં આ પદના ભાવ નીચેના શબ્દોમાં ઉતાર્યા છે. નામાઇsતિ--મઃ પુનનિયાનમાં क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे / ' 2 // જેઓ સર્વક્ષેત્રમાં અને સર્વકાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, તે અહં તેની અમે સમ્યગૂ ઉપાસના કરીએ છીએ.” પ્રશ્ન : અહીં સર્વક્ષેત્રથી શું સમજવું ? ઉત્તરઃ અહીં સર્વક્ષેત્રથી પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહા-વિદેહ એમ પંદર કર્મભૂમિઓ સમજવી કે જ્યાં અહં તેનો જન્મ થાય છે. 5 હમવત, 5 હૈરણ્યવત, 5 હરિવર્ષ, 5 રમ્યáર્ષ, 5 દેવકુરુ અને 5 ઉત્તરકુરુ એ 30 અકર્મભૂમિઓમાં અહં. તેને જન્મ થતું નથી, એટલે તે ક્ષેત્રે અહીં ગણવાનાં નથી. પ્રશ્ન: અને સર્વકાલથી શું સમજવું? ઉત્તર : સર્વકાલથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલ સમજ, અર્થાત્ ભૂતકાલમાં જે અર્હતે થઈ ગયા, વર્તમાન કાલમાં વિદ્યમાન છે અને ભવિષ્યકાળમાં થનાર છે તે સર્વેને નમસ્કાર કરું છું. “નમો @ M" સૂત્રના છેડે બેલાતી ગાથામાં આ ભાવ સ્પષ્ટતયા પ્રકટ કરવામાં આવે છે.