________________ 44 ] [ નમસ્કાર અથે સંગતિ પ્રશ્ન : અરિહંત કથા અઢાર દોષથી રહિત હોય છે? - ઉત્તર : સંબોધ-પ્રકરણના પ્રથમ પ્રકરણમાં જણાવ્યું છે કે-જેના (1) અજ્ઞાન (2) ક્રોધ, (3) મદ, (4) માન, (5) માયા, (6) લેભ, (7) રતિ, (8) અરતિ, (9) નિદ્રા (10) શેક (11) અલી (અસત્ય) વચન (12) ચેરિકા (13) મત્સર, (14) ભય, (15) પ્રાણિવધ, (16) પ્રેમ (17) કીડા-પ્રસંગ અને (18) હાસ (હાસ્ય) એ અઢારે દોષ નાશ પામ્યા છે, તે દેવાધિદેવને હું નમું છું. 'આ પ્રત્યેક દોષને શું અર્થ થાય છે, તે સ્પષ્ટ સમજી લઈએ. પ્રવચન-સારોદ્ધારની ટીકાના આધારે તે અહીં આપવામાં આવે છે. અજ્ઞાન : એટલે સંશય, અનધ્યવસાય અને વિપર્યયરૂપ મૂઢતા. ક્રોધ : એટલે કોપ મદઃ એટલે કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા વગેરે આઠ વસ્તુને અહંકાર કરે કે બીજાને મર્યાદા રહિત બનીને તિરસ્કાર કરે. માન : એટલે દુરાગ્રહ ન છોડે અથવા યોગ્ય સલાહને ગ્રહણ ન કરવી. લોભ : એટલે આસક્તિ. માયા ? એટલે દંભ. રતિ : એટલે અભીષ્ટ પદાર્થ ઉપર મનની પ્રીતિ. અરતિ એટલે અનિષ્ટના સંપ્રયોગથી (આવી પડવાથી) ઉત્પન્ન થતું મને દુઃખ. નિદ્રા : એટલે ઉંધ. શાક H એટલે ચિત્તની વિષમય વિહલતા. અલીક વચન : એટલે મૃષાવાદ. ' ચેરિકા H એટલે બીજાના દ્રવ્યનું હરણ તે. મત્સર H એટલે બીજાની સંપત્તિ વગેરે જેઈને અસહિષ્ણુ થવું. ભય ? એટલે ભીતિ, બીક કે ડર. પ્રાણિવધ H એટલે પ્રાણીની હિંસા. પ્રેમ એટલે સ્નેહવિશેષ. કીડા પ્રસંગ : એટલે કીડામાં રથત-ગમતમાં આસક્તિ. હાસ : એટલે હાસ્ય. શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિના દેવાધિદેવકાંડમાં અઢાર દેની ગણના આ પ્રમાણે કરી છે : (1) દાનાન્તદાય, (2) લાભાન્તરાય, (3) વિર્યાન્તરાય, (4) ભેગાન્તરાય, (5) ઉપભેગાન્તરાય (6) હાસ (હાસ્ય), (7) રતિ, (8) અરતિ (9) ભય, (10) જુગુપ્સા, (11) શેક,