________________ પ્રકરણ ત્રીજું ] [ 43 પ્રશ્ન : સામાન્ય અને વિશેષની અપેક્ષાએ નામ બે પ્રકારનાં છે, તેમાંથી અરિહંત (અરહંત કે અરુહંત) શબ્દ કયા પ્રકારમાં આવે છે? ઉત્તર : અરિહંત શબ્દ એક અપેક્ષાએ સામાન્ય નામની કટિમાં આવે છે અને બીજી અપેક્ષાએ વિશેષ નામની કટિમાં આવે છે. પ્રશ્ન H એક નામ સામાન્ય નામની કોટિમાં હોય અથવા વિશેષ-નામની કટિમાં હેય પણ ઉભય નામની કટિમાં કેમ આવી શકે ? ઉત્તર : આ લેકની તમામ વસ્તુઓ અનન્તધર્માત્મક છે, તેમાંથી અમુક ધર્મની અપેક્ષાએ તે એક પ્રકારની કહેવાય છે અને બીજા ધર્મની અપેક્ષાએ તે બીજા પ્રકારની કહેવાય છે. એક વ્યક્તિ પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. તેથી એક નામ સામાન્ય અને વિશેષ એમ બન્ને પ્રકારનું સંભવી શકે છે. અરિહંત શબ્દ વડે જેના જેનામાં અહંવ છે તે સઘળાને સંગ્રહ થાય છે, એટલે તે સામાન્ય–નામની કટિમાં આવે છે અને સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરેથી પિતાની વિશેષતા બતાવે છે, એટલે તે વિશેષ-નામની કોટિમાં આવે છે. પ્રશ્ન : જે અરિહંત શબ્દ સામાન્ય-નામની કટિમાં છે તે અહીં નમો અરિહંતH એ પ્રયોગ કરવાની જરૂર હતી, કારણ કે તેથી બધા અતેને નમસ્કાર થાત, પણ તેમ ન કરતાં બહુવચનને પ્રવેગ કરવામાં આવ્યું છે, તેનું કેમ? ઉત્તરઃ પૂજ્ય પુરુષને માનાર્થે બહુવચનથી સંબેધવા જોઈએ એ શિષ્ટ સંપ્રદાય છે, તેથી અહીં આરિતાળ એ બહુવચનને પ્રેગ કરવામાં આવે છે. વળી વ્યાકરણમાં પણ સૂત્ર છે. કે “જુવે” 2/2/124 ગુરુ એક હોય છે કે બે હોય તે પણ તેમના માટે બહુવચનને પ્રયોગ કરવો જોઈએ. એટલે રિહંતાનું પદ બહુવચનમાં મુકાયેલું છે. બીજાં પદેનું પણ તેમજ સમજવું. પ્રશ્ન : અરિહંત દેવ છે કે ગુરુ? ઉત્તરઃ જે દેવ અને ગુરુ એવા બે ભાગ પાડવા હોય તે અરિહંતોનો સમાવેશ દેવમાં થાય, કારણકે તે જૈન-ધર્મના મુખ્ય ઉપાસ્ય દેવ છે અને દેવ અને ગુરુ એવા બે વિભાગે ન પાડવા હોય તે તેમને દેવ પણ કહી શકાય અને ગુરુ પણ કહી શકાય કારણ કે તેમણે જગદ્ગુરુનું પદ સાર્થક કરેલું છે. 4 અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે કે જેઓ દેવનિમાં જન્મ્યા હોય તેઓ જન્મથી દેવ છે અને જેમણે આત્માના દિવ્ય ગુણે પ્રકટ કર્યા છે, તે ગુણથી દેવ છે. જેનશાસ્ત્રોના અભિપ્રાયથી આ બીજા પ્રકારના દેવ ઉપાસ્ય છે, કારણ કે તેઓ અઢાર દોષથી રહિત છે અને આત્માના કૈવલજ્ઞાનાદિ દિવ્ય ગુણેને પૂરેપૂરા પ્રકટાવનાર છે. >> ‘જગચિંતામણિ સુત્ત તથા “અજિઅ-સંતિથઓમાં અરિહંતને જગગુરુનું વિશેષણ લગાડવામાં આવ્યું છે.