________________ એ આવે છે. 42 ]. [ નમસ્કાર અર્થ સંગતિ હોય છે, કેટલાક તપદેશક આચાર્યો હોય છે, કેટલાક સૂત્ર–પાઠક ઉપાધ્યાયે હેાય છે, તે કેટલાક સામાન્ય સાધુઓ જ હોય છે. તેથી અરિહંતાદિને નમસ્કાર કરતાં જે વિશિષ્ટ ફળની પ્રાપ્ત થાય છે, તે માત્ર સાધુઓને નમસ્કાર કરવાથી થતી નથી. આ કારણે સંક્ષિપ્ત નમસ્કાર પાંચને કરે જ એગ્ય છે, અને વિસ્તારથી તે નમસ્કાર કરાતે જ નથી, કેમ કે તેમ થવું અશક્ય છે. પ્રશ્ન : સંક્ષિપ્ત નમસ્કાર અરિહંતાદિ પાંચને કરવામાં આવે છે, તેના કારણે શું ? ઉત્તર : અરિહંત મોક્ષ–માર્ગના ઉપદેશક છે, તેથી તેમને નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પિતાની અક્ષય-અનન્ત સ્થિતિવડે મોક્ષમાં અને મેક્ષ-માર્ગમાં અવિનાશીપણાની બુદ્ધિ ઉત્પન્ન કરનારા છે, તેથી તેમને નમસ્કાર કરવામાં આવે છે. આચાર્યો આચારની દેશના વડે ધર્મની પરંપરા જાળવી રાખનારા છે, તેથી તેમને નમસ્કાર કરવામાં આવે છે. ઉપાધ્યાયે વિનયાદિ ગુણોના શિક્ષણપૂર્વક શાસ્ત્રનું જ્ઞાન આપનારા છે, તેથી તેમને નમસ્કાર કરવામાં આવે છે. અને સાધુઓ મોક્ષની સાધનામાં પિતે તત્પર હોય છે અને બીજાને તેમાં સહાય કરનારા છે, તેથી તેમને નમસ્કાર કરવામાં આવે છે. પ્રશ્ન: અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કાર કરવાને કમ પૂર્વાનુpવી પણ નથી અને પશ્ચાનુપૂવી પણ નથી, કારણ કે પૂર્વાનુપૂર્વીથી નમસ્કાર કરીએ તે પહેલાં સિદ્ધોને, પછી અરિહં તેને પછી આચાર્યોને, પછી ઉપાધ્યાયને અને છેવટે સાધુઓને કર જોઈએ. સિદ્ધોએ સર્વ કર્મો ખપાવેલ હોવાથી કૃતકૃત્ય છે અને અરિહંતે પણ પૂજ્ય છે, કારણ કે દીક્ષા લેતી વખતે તેઓ સિદ્ધોને નમસ્કાર કરીને સામાયિક ઉચ્ચરે છે અને પશ્ચાનુપૂવીથી નમસ્કાર કરીએ તે પહેલે નમસ્કાર સાધુઓને, પછી ઉપાધ્યાને, પછી આચાર્યોને, પછી અરિહંતને અને છેવટે સિદ્ધોને કરવો જોઈએ. આ વિષયમાં આપને શો ઉત્તર છે? ઉત્તર : અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કાર કરવાને કમ જ ઉચિત છે, કારણ કે અરિહંતે ધર્મના પ્રવર્તન દ્વારા આપણા ઉપર મહાન ઉપકાર કરે છે અને તેમના ઉપદેશ દ્વારા જ આપણે સિદ્ધ ભગવંતેને જાણી શકીએ છીએ, તેથી પહેલે નમસ્કાર તેમને કરે ગ્ય છે. અહિ તે દીક્ષા લેતી વખતે સિદ્ધોને નમસ્કાર કરે છે, તે વાત સાચી છે, પરંતુ અરિહં તેને અને આપણો ક૫ જુદો છે; આપણું માટે અરિહંતે જ પ્રથમ વંદનીય છે. લેકમાં એ રિવાજ છે કે પ્રથમ રાજાને નમસ્કાર કરો અને પછી પરિષદને (૫ર્ષદાને) નમસ્કાર કરે. તે પ્રમાણે અહીં રાજાતુલ્ય અરિહં તેને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે અને પરિષદૂતુલ્ય સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયને તથા સાધુઓને પછી નમસ્કાર કરવામાં આવે છે. 4 * વિશેષ ખુલાસા માટે વિશેષાવશ્યક ભાષ્યની ગાથા 3201, 32 2, 32 10, 3213 જોવી.