________________ 22 ] નમસ્કાર અર્થસંગતિ (2) કોઈ વસ્તુની સિદ્ધ તરીકે સ્થાપના કરવામાં આવી હોય તેને સ્થાપના સિદ્ધ કહેવાય. (3) કોઈ દ્રવ્ય સિદ્ધ કરેલું એટલે રાંધેલું હોય તેને દ્રવ્યસિદ્ધ કહેવાય. (4) ભારવાહન, કૃષિ, વાણિજ્ય આદિ કર્મો કડેવાય છે, તેમાં જે કુશળ હોય તેને કર્મસિદ્ધ કહેવાય. (5) કુંભારકામ, ચિત્રકામ, સુથારીકામ, દરજીકામ, લુહારકામ, વણકરનું કામ, હજામનું કામ વગેરે શિલ્પ કહેવાય છે, તેમાં જે કુશળ હોય તેને શિ૯૫સિદ્ધ કહેવાય. (6) જેણે ઘણી કે કોઈ પ્રધાન વિદ્યા સિદ્ધ કરેલી હોય તેને વિદ્યાસિદ્ધ કહેવાય. (7) જેણે ઘણુ મંત્ર કે કોઈ પ્રધાનમંત્રની સિદ્ધિ કરેલી હોય તેને મંત્ર-સિદ્ધ કહેવાય. (8) ચમત્કારિક સંએજનવાળા લેપ, ગુટિકા, અંજન, ચૂર્ણ વગેરેને વેગ કહેવાય છે. તેને પ્રયોગ કરવામાં જે કુશળ હોય તેને વેગ-સિદ્ધ કહેવાય. (9) જે આગમાં એટલે શામાં વિશારદ હોય, તેને આગમ-સિદ્ધ કહેવાય. (10) જે અર્થનું ઉપાર્જન કરવામાં તથા તેને સંગ્રહ કરવામાં કુશળ હેય, તે અર્થ-સિદ્ધ કહેવાય. (11) સ્થળ અને જળના પ્રવાસને યાત્રા કહેવામાં આવે છે તેમાં જે નિષ્ણાત હેય તેને યાત્રા-સિદ્ધ કહેવાય. (12) જેની બુદ્ધિ વિપુલ, વિમલ અને સૂક્ષમ હોય અથવા ઔત્પતિકી, વેનેયિકી, કાર્મિકી કે પારિશામિકી હોય તેને બુદ્ધિ-સિદ્ધ કે અભિપ્રાય-સિદ્ધ કહેવાય. (13) જે વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરી શકે તે તપસિદ્ધ કહેવાય. (1) જેણે કર્મને સર્વાશે નાશ કર્યો હોય તે કર્મક્ષય-સિદ્ધ કહેવાય. નિર્યુક્તિકારે જણાવ્યું છે કે અહીં આ ચૌદમે પ્રકાર ગ્રહણ કરવાને છે. ટીકાકારોએ સિદ્ધ શબ્દની વ્યાખ્યા જુદા જુદા અનેક પ્રકારોએ કરી બતાવી છે. તેમાં નિરુક્તવિધિથી સિદ્ધ શબ્દનો અર્થ કરતાં જણુવ્યું છે કે સિદ્ધ શબ્દના પિત્ત અને ઘ એવા બે ભાગે છે, તેમાં સિન પર સિતં એટલે અષ્ટ પ્રકારનાં કર્મરૂપી ઇંધનને બાળવાને ભાવ દર્શાવનારું છે અને ધ પદ દાતે એટલે તે ધનને પૂરેપૂરાં બાળી નાખવાને અર્થ દર્શાવનારું છે. આ રીતે સિદ્ધ શબ્દનો અર્થ આઠ પ્રકારનાં કર્મોને સંપૂર્ણ બાળી નાખનાર એ થાય છે.