________________ 32 ] નમસ્કાર અર્થસંગતિ કરે તે મંગલ.” પછી તેમણે જણાવ્યું છે કે વ્યાકરણના નિયમ અનુસાર મંગલ શબ્દ અનેક રીતે સિદ્ધ થાય છે અને ટીકાકારોએ તેનાં ઉદાહરણ આ રીતે આપ્યાં છે : (1) મ ધાતુ પરથી મફતે જેના વડે શાસ્ત્ર શુભાવાય (શે) તે મંગલ. (2) મન ધાતુ પરથી મતે, જેનાથી વિનના અભાવને નિશ્ચય કરાય તે મંગલ. (3) મદ્ ધાતુ પરથી માઘતિ જેથી હર્ષ થાય તે મંગલ. (4) મુત્ ધાતુ પરથી મોન્ત, જેથી નિશ્ચિતપણે શાસ્ત્રને પાર પમાય તે મંગલ. (5) મદુ ધાતુ પરથી મuતે જેથી પૂજાય તે મંગલ અથવા. (6) માં જાતિ મવાતિ મંજૂ-અથવા મને જે ભાવથી એટલે કે સંસારથી દૂર કરે (તેનાથી છોડાવે) તે મંગલ. (7) મા મદ્ ારા-જેથી શાસ્ત્રમાં વિન ન થાય અથવા જેથી શાસ્ત્રને નાશ ન થાય તે મંગલ. (8) માર્ચનાજૂ-જે સમ્યગૂ-દર્શનાદિ મોક્ષમાર્ગ પમાડે તે મંગલ. કલ્યાણ, શુભ, ક્ષેમ, પ્રશસ્ત, ભદ્ર, શિવ, કુશલ વગેરે મંગલ શબ્દના પર્યાયે એટલે સમાનાર્થી શબ્દો છે. શાસ્ત્રકારોએ મંગલના બે પ્રકારે માન્યા છે. દ્રવ્યમંગલ અને ભાવમંગલ. તેમાં જે વસ્તુઓ વ્યવહારથી મંગલ ગણાતી હોય તેને દ્રવ્યમંગલ કહી છે. જેમકે દહીં, દુર્વા (ધરો), અક્ષત ચંદન, વગેરે. પ્રાચીન કાળમાં મંગલકારક વસ્તુઓના સમૂહ તરીકે અષ્ટમંગલને ખાસ સ્થાન આપવામાં આવતું અને કોઈ મોટા યુદ્ધ ચડવું હોય કે ધાર્મિક ઉત્સવે કરવા હોય તે તેનું વિશિષ્ટ રીતે આલેખન થતું.x અષ્ટમંગલમાં નીચેની વસ્તુઓ સ્થાન પામેલી છેઃ (1) સ્વસ્તિક (2) શ્રીવલે, (3) નંદ્યાવત, (4) વર્ધમાનક (શરાવ–સંપુટ), (5) ભદ્રાસન, (6) લશ (7) મત્સ્યયુગલ અને (8) દર્પણ, જે વસ્તુઓ પરમાર્થથી મંગલ–ગણાતી હોય, તેને ભાવ-મંગલ કહેવાય. આ વ્યાખ્યા પ્રમાણે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાનના સમૂહને ભાવ-મંગલ ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિ-પ્રણીત ધર્મની ગણના પણ ભાવ-મંગલમાં કરેલી છે. તથા અહિંસા, સંયમ અને તપને ભાવ-મંગલ કહ્યા છે. 4 શ્રી ભરત ચક્રવતીએ છ ખંડની સાધના કરતી વખતે તમિસ્ત્રા ગુહાના દ્વાર આગળ અષ્ટમંગલ આલેખ્યા હતા અને શ્રી ઋષભદેવના જન્માભિષેક સમયે ઈન્દ્ર મહારાજે અષ્ટમંગલનું આલેખન કર્યું હતું. કેણિક મહારાજાએ ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું સામૈયું કર્યું હતું ત્યારે અષ્ટમંગલ આગળ રાખ્યા હતા,