________________ પ્રકરણ બીજું लोए ટોપ પદ સપ્તમીના એકવચનમાં આવેલું છે, તેમાં મૂળ શબ્દ “રોઝ”, છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં તેને ભાવ બોજ' શબ્દ વડે આવી શકે છે. તેથી તેને અનુવાદ અનુક્રમે “ઢ” અને “લેકમાં” એ પો વડે કરેલ છે. લેક કોને કહેવાય?’ તેના ઉત્તરમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં કહ્યું છે કે- +ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યના સમૂહને કેવલજ્ઞાની જિનેશ્વર ભગવંતેએ લક કહ્યો છે. શ્રી ભગવતી સૂત્રના તેરમા શતકના ચેથા ઉદ્દેશકમાં એ પ્રશ્ન પુછાયે છે કે “હે. ભગવંત” આ લોક કે કહેવાય? તેના ઉત્તરમાં ભગવંતે કહ્યું છે કે “હે ગૌતમ! આ લેક પંચાસ્તિકાયરૂપ કહેવાય છે, તે આ પ્રમાણેઃ (1) ધર્માસ્તિકાય, (2) અધમતિકાય, (3) આકાશાસ્તિકાય, (4) જીવાસ્તિકાય, અને (5) પુદ્ગલાસ્તિકાય.” તાત્પર્ય કે લેક પદ્રવ્ય કે પંચાસ્તિકાયના સમૂહરૂપ છે. અહીં એટલે ખુલાસે કરે આવશ્યક છે કે છ દ્રવ્યમાંના કાલદ્રવ્યને અસ્તિકાય માનવામાં આવતું નથી. અને બાકીનાં દ્રવ્યને અસ્તિકાય માનવામાં આવે છે, એટલે પાંચ દ્રવ્ય અસ્તિકાય છે અને તેનું સૂચન કરવા માટે જ “પંચાસ્તિકાય” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ લેક ચૌદ રાજુજ પ્રમાણ છે અને તેના ઊર્ધ્વ, તિર્યમ્ અને અધ (અધસૂ) એવા ત્રણ ભાગે છે. તેમાં તિર્યમ્ લેકને અઢી દ્વીપ પ્રમાણ મધ્યવતી ભાગ મનુષ્યલક કહેવાય છે. કારણ કે મનુષ્યની ઉત્પત્તિ તેમાં જ થાય છે. અહીં લેક શબ્દથી આ મનુષ્યક સમજવાને છે. ટીકાકારોએ લેક શબ્દની જે વ્યુત્પત્તિ કરી છે. તેને પણ ધ્યાનમાં રાખીએ. તેઓ કહે છે: “સ્ત્રોક્ત ત o જે દેખાય છે–જણાય છે, તે લોક” અથવા સો કમજોર દરતે રૂત્તિ ઢો: “જે જણાય છે, એટલે પ્રમાણુથી દેખાય છે તે લોક અથવા “રોકી ફરતે વસ્ત્રજ્ઞાનમાતે ટો: “જે કેવલજ્ઞાનરૂપ સૂર્ય વડે દેખાય છે, તે લેક.” અહીં પ્રાસંગિક એટલું જણાવવું ઉચિત જણાશે કે જેટલા ભાગમાં પંચાસ્તિકાય યાપીને રહેલ છે તેટલા ભાગને જૈન શાસ્ત્રકારે લેક કહે છે અને જેમાં માત્ર આકાશ સિવાય બીજું કંઈ પણ નથી. તે ભાગને અલેક કહે છે. + અહી ધર્મ અને અધમ શબ્દ પુણ્ય-પાપને નહિ પણ પંચાસ્તિકાયમના ધમસ્તિકાય અને અધમસ્તિકાયને અર્થ દર્શાવે છે. * ક્ષેત્રની લંબાઈ-પહોળાઈ દર્શાવનારૂં એક જાતનું અતિ વિસ્તૃત માપ. વિશેષ માટે જુઓ પ્રબોધટીકા ભાગ-૧ પૃષ્ઠ 16 1.