________________ પ્રકરણ બીજું [ 23 તેમણે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ સિદ્ધ શબ્દને અર્થ કરતાં જણાવ્યું છે કે વિષ ધાતુ ગતિને અર્થ બતાવે છે, એટલે જેઓ ફરી પાછું ન આવવું પડે એ રીતે સિધ્યાસિધાવ્યા-ક્ષમાં ગયા તે સિદ્ધ. અથવા “ષિ ધાતુ નિષ્પત્તિને અર્થ બતાવે છે એટલે જેઓ સિધ્યા-નિષ્કિતાર્થ થયા-કૃતકૃત્ય થયા તે સિદ્ધ. અથવા “વિધુ” ધાતુ શાસ્થ અને માંગલ્યને અર્થ દર્શાવે છે, એટલે જેઓ સિધ્ધા-અનુશાસ્તા થયા અને જેમણે મંગલરૂપતા અનુભવી તે સિદ્ધ. કોષમાં સિદ્ધ શબ્દના નિત્ય અને પ્રખ્યાત એવા અથે જોવામાં આવે છે, તેને ટીકાકારેએ આ રીતે સંગત કર્યા છે : “સિદ્ધો અપર્યવસાન રિથતિને લીધે નિત્ય છે અને ગુણ સમૂહને પામેલા હેવાથી ભવ્ય જેમાં પ્રખ્યાત છે.* સિદ્ધ શબ્દના આ અને સંગ્રહ નીચેના શ્લોકમાં લેવાય છે : ध्मातं सित येन पुराणकर्म, यो वा गतो निवृत्तिसौधमुर्ध्नि / ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यःसोऽस्तु सिद्धः कृतमङ्गलो मे // “જેના વડે પુરાણું ક બની ગયાં છે, અથવા જે મોક્ષ-મંદિરના અગ્રભાગે ગયેલા છે, અથવા જે ખ્યાત, અનુશાસ્તા કે પરિનિચ્છિતાર્થ છે, તે સિદ્ધ મને મંગલ કરનારા થાઓ.” અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે સિદ્ધના આ સર્વ અર્થોમાં કર્મક્ષયને લગતે જે પહેલે અર્થ છે, તે મુખ્ય છે અને શાસ્ત્રકારોએ તેને જ મહત્વ આપ્યું છે. તે સંબંધી નિર્યુક્તિકારે કહ્યું છે કે-પ્રવાહની અપેક્ષાએ દીર્ઘકાલની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલીન કરનારું જે કર્મ તે (જ્ઞાનાવરણીયાદિ) આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ બદ્ધકર્મને બાળી નાખે અર્થાત્ તેને ક્ષય કરે તે સિદ્ધ કહેવાય છે, કારણકે સિદ્ધત્વ તેમને જ પ્રાપ્ત થાય છે.” તાત્પર્ય કે જે આત્મા સર્વકમેને નાશ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, તે સિદ્ધ કહેવાય છે. आयरियाणं : “બરિહંતાણં' પદની જેમ “ગારિયાળ” પદ છઠ્ઠીને બહુવચનમાં આવેલું છે. તેમાં મૂળ શબ્દ નારિય છે, અહીં કેટલાક આર્થિાળે એવો પાઠ પણ બોલે છે, તેમાં મૂળ ____ + सिद्धा:-नित्याः अपर्यवसानस्थितिकत्वात्। प्रख्याता वा भव्यरूपलब्ध ગુણવન્તોસ્વાન્ ! " -અભયદેવસૂરિકત " ભગવતીસૂત્ર'ની ટીકાનું મંગલાચરણ