________________ A ] નમસ્કાર અથસંગતિ શબ્દ શારિર છે આ બન્ને શબ્દોને ભાવ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં “બાપા” શબ્દ વડે આવે છે, એટલે તેને અનુવાદ અનુક્રમે “બા " અને “આચાર્યોને” એ પદો વડે કરવામાં આવ્યું છે. - ભારત દેશમાં પ્રાચીનકાળમાં આચાર્ય શબ્દને વ્યાપક ઉપયોગ થસે. તેમાં જેઓ પુરુષની 64 કલા અને સ્ત્રીઓની 72 કલાનું શિક્ષણ આપતા, તેમને કલાચાર્ય કહેવામાં આવતા. જે ચિત્રકામ, સુથારીકામ, કુંભારકામ વગેરે પંચશિપ અને તેની વિવિધ શાખાઓનું શિક્ષણ આપતા તેમને શિલ્પાચાર્ય કહેવામાં આવતા અને જેઓ ધર્મસંબંધી ઊંડું જ્ઞાન આપતા કે ધર્મસંઘનું આધિપત્ય ભોગવતા તેમને ધર્માચાર્ય કહેવામાં આવતા. આ ત્રણ પ્રકારના આચાર્યોમાંથી અહીં ધર્માચાર્ય પ્રસ્તુત છે.* વૈદિક પરંપરામાં આચાર્યને અર્થ વેદનું અધ્યયન કરાવનાર કે વૈદિક મંત્રની વ્યાખ્યા કરનાર વિદ્વાન બ્રાહ્મણ થાય છે. ત્યારે બોદ્ધ અને જૈન પરંપરામાં આચાર્યને અથ શ્રમણ સંઘના કેઈ એક ભાગને વિધિસર સ્થપાયેલ અગ્રણી થાય છે. નિયુક્તિકારે આચાર્ય શબ્દનો અર્થ કરતાં જણાવ્યું છે કે જેઓ પંચવિધ આચારને અચરનારા તથા પ્રકાશનારા છે, તેમજ (સાઓને તથા શ્રાવકને તેમને વિશિષ્ટ) આચાર દર્શાવનારા છે, તે આચાર્ય કહેવાય છે.” ગચ્છાચાર પ્રકીર્ણકમાં આચાર્યને પરિચય આપતાં કહ્યું છે કે, “આચાર્ય ગરછ (સાધુ-સમુદાય)ને માટે મેઢી, આલંબન, સ્તંભ, દષ્ટિ અને ઉત્તમ યાન સમાન છે. અર્થાત્ મેઢીમાં બંધાયેલા પશુઓ જેમ મર્યાદામાં વતે છે, તેમ ગછ પણ આચાર્યના બંધનથી મર્યાદામાં વતે છે. હસ્તનું આલંબન જેમ ખાડા વગેરેમાં પડતાં અટકાવે છે, તેમ આચાર્યનું આલંબન સંસારરૂપ ખાડામાં પડતાં અટકાવે છે. જેમ સ્તંભ પ્રાસાદ (મહેલ)ને આધારભૂત છે, તેમ આચાર્ય ગચ્છના આધારભૂત છે, જેમ દષ્ટિ શુભાશુભ વસ્તુને દર્શાવે છે, તેમ આચાર્ય પણ ગચ્છને ભાવિ શુભાશુભ દર્શાવે છે. અને જેમ છિદ્ર વિનાનું ઉત્તમ વહાણ મનુષ્યને સમુદ્રતીરે પહોંચાડે છે, તેમ આચાર્ય પણ ગચ્છને સંસારના તીરે પહોંચાડે છે. તાત્પર્ય કે આચાર્ય સાધુ સમુદાયના અગ્રણી છે અને તેમની દેરવણીથી જ તે ઉન્નતિને પામે છે. x રાય પણ સૂત્રમાં પ્રદેશ રાજા કહે છે : હે ભગવન ! હું જાણું છું કે આચાર્યો ત્રણ પ્રકારના હોય છે, તે આ પ્રમાણેઃ કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્ય-સૂત્ર 91. ચરકે આયુર્વેદાચાર્ય કેવો હોવો જોઈએ તેનું વર્ણન ચરકસંહિતામાં કર્યું છે. + મનસ્કૃતિના બીજા અધ્યાયમાં કહ્યું છે કે उपनीय तु यः शिष्यं वेदमध्यापयेत् द्विजः / सकल्पं सरहस्यं च तमाचार्य प्रचक्षते // 140 // જે બ્રાહ્મણ પિતાના શિષ્યને ઉપનયન (જનોઈ દેવાને) સંસ્કાર કરે, કહે અને રહસ્ય સાથે વેદ ભણાવે છે, તે આચાર્ય કહેવાય છે.