________________ પ્રકરણ પહેલું નમસ્કાર મંત્રનાં નામો (1) પંચ મંગલ : આવશ્યક-નિર્યુક્તિ (ગા. 1. 3.), મહાનિશીથ સૂત્ર તથા પ્રતિકમણની પ્રાચીન વિધિ દર્શાવતી ગાથાઓમાં આ નામ આવે છે. (2) પંચ મંગલ-મહામૃત-ઊધ : આ શબ્દ-પ્રવેગ મુખ્યત્વે મહાનિશીથી સૂત્રમાં થયેલ છે. (3) પંચ નમુક્કાર : નમસ્કાર મંત્રનાં પાછલાં ચાર પદોમાં તથા આવશ્યક નિર્યુક્તિ અને કેટલાંક તેત્રોમાં આ નામ જોવાય છે. (4) પંચ નમક્કાર : શ્રી જયસિંહસૂરિએ ધમ્મએસમાલા વિવરણમાં આ નામને વ્યવહાર કર્યો છે. (5) પંચ-મકકાર : પખંડાગમની ધવલા–ટીકામાં આ નામ જોવામાં આવે છે. (6) પંચ–ણયાર : મૂલાચારના પડાવશ્યકાધિકારમાં આ નામ જોવામાં આવે છે. (7) પંચ-નમસ્કાર : ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર વગેરે અનેક સંસ્કૃત ગ્રન્થમાં આ નામને પ્રવેગ થયેલો છે. (8) પંચ-નમસ્કૃતિ વિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં તથા બીજી સંસ્કૃત કૃતિએમાં આ નામ જોવામાં આવે છે. (9) પરમેષ્ટિ-નમસ્કાર : યેગશાસ્ત્ર, શ્રાવક ધર્મ–કૃત્ય પ્રકરણ, ઉપદેશ તરંગિણું આદિ ગ્રન્થમાં આ નામ જોવા મળે છે. (10) પંચપરમેષ્ઠિ-નમસ્કાર : ચગશાસ્ત્રમાં આ નામ પણ જોવાય છે. (11) પંચ પરમેષ્ઠિ-નમયિા યેગશાસ્ત્રમાં આ નામ પણ જોવામાં આવે છે. (12) પરમેષ્ઠિ–પંચક-નમસ્કાર શ્રી અભયદેવસૂરિએ ભગવતી સૂત્રની ટીકામાં આ શબ્દને પ્રવેગ કરેલ છે. (13) નમકકાર : ધવએસમાલામાં આ નામ પણ જોવામાં આવે છે. - (14) ણમોકાર : મૂલારાધના વગેરે ગ્રંથમાં આવું નામ જોવાય છે. (15) નમસ્કાર : વિચારમૃત સારસંગ્રહ વગેરે ગ્રંથમાં આ નામ જોવા મળે છે. (16) નવકાર : શ્રાદ્ધ વિધિપ્રકરણ તથા કેટલાક તેત્રમાં આ નામ લેવામાં આવે છે. (17) પંચગુરુ-નમસ્કાર : દિગંબર સંપ્રદાયના સાહિત્યમાં આ નામ લેવામાં આવે છે. (18) પંચગુરુ-નમસ્કૃતિ: આ નામ પણ દિગંબર સંપ્રદાયના સાહિત્યમાં વિશેષ જોવામાં આવે છે.