________________ પ્રકરણ પહેલું नमो उज्झायाणं // 4 // नमो लोए सबसाहूणं // 5 // सव्व पावप्पणासणो // 7 // मंगलाणं च सव्वेसिं // 8 // पढमं हवइ मंगलं // 9 // સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન કે અર્વાધિકાર. તેની વ્યાખ્યા સાસકારોએ આ પ્રમાણે કરી છે: “સઘેરતે-રિછિદ્યતે ચામરિતિ સંપ” જેનાથી સંશા રીતે અર્થ જુદો પડાય તે સંપદ કે સંપદા. પ્રવચન સારોદ્ધારના અભિપ્રાયથી નમરકાસૂત્રમાં અવી આઠ સંપદાઓ છે. નમસ્કારને ઉપધાન-વિધિમાં આઠ આયંબીલ કરવાનું ફરમાવ્યું છે, તે આ સંપહાના ધરણે સમજવાનું છે. નમસ્કાર–મંત્રની ભાષા જગતની ભિન્ન ભિન્ન ભાષાઓને અભ્યાસ કરીને વિદ્વાને એવા નિર્ણય પર આવ્યા કે પ્રથમ મનુષ્ય સ્વાભાવિક-વચન વ્યાપાર કરે છે અને પછી તેનું સંસ્કરણ થવા લાગે છે, એમ કરતાં ભાષાનું એક ચેકસ સ્વરૂપ ઘડાય છે. તેથી ભાષાઓના પ્રાકૃત અને સંસ્કૃત એવા બે વિભાગો અસ્તિત્વમાં આવે છે. આ પરથી જે લોકો પહેલી સંસ્કૃત અને પછી પ્રાકૃત એવા સિદ્ધાંતનું સ્થાપન કરતા હતા તેનું નિરસન થાય છે. ભારતમાં પ્રાચીનકાળમાં કેટલી ભાષાઓ બોલાતી તેને સ્પષ્ટ નિર્દેશ કરવાનું શક્ય નથી. પણ સામાન્યતઃ એમ કહી શકાય કે જે ભાગ આર્યાવર્ત તરીકે ઓળખાતું હતું તેમાં પ્રાકૃત અને સંસ્કૃત એમ બે પ્રકારની ભાષાઓ બેલાતી હતી અને દક્ષિણ ભારતમાં તામીલ અને દ્રાવિડ ભાષાઓને ઉપયોગ થતો હતે. વેદોની રચના થઈ તે પહેલાં આ દેશમાં જે ભાષા બોલાતી તેને વિદ્વાનોએ પ્રાકૃત માની છે, વેદોની ભાષાને વૈદિક-સંસ્કૃત માની છે અને ત્યાર પછીની પાણિની વગેરેએ વ્યાકરણે રચીને તેનું જે શુદ્ધ-સ્વરૂપ નિર્માણ કર્યું અને જેમાં કાલિદાસ, ભવભૂતિ વગેરે મહાકવિઓએ પિતાનાં સુંદર કાવ્ય લખ્યાં, તેને લૌકિક સંસ્કૃત માની છે. વિદ્વાનોએ અતિપ્રાચીન કાલમાં બોલાતી ભાષા તે પ્રાકૃતની પ્રથમ ભૂમિકા માની છે. પાલી, શૌરસેની, અર્ધમાગધી, માગધી વગેરેને બીજી ભૂમિકા માની છે અને જેને મહારાષ્ટ્રી તથા અપભ્રંશ વગેરેને ત્રીજી ભૂમિકા માની છે.