________________ 8 ] નમસ્કાર અસંગતિ એ રીતે આ છંદમાં પાંચમે અક્ષર સર્વત્ર લઘુ છે, અને છઠ્ઠો ગુરુ છે. તેમજ બીજા અને ચેથા ચરણને સાતમ-આઠમે અનુક્રમે લઘુ-ગુરુ છે. નમસ્કાર-મંત્રના વિભાગે મા નમસ્કાર–મંત્ર વિષયની દષ્ટિએ બે વિભાગમાં વહેંચાયેલું છે. તેમાંને પહેલે વિભાગ પાંચ પદોમાં પૂરે થાય છે અને બીજો વિભાગ ચાર પદોમાં પૂરે થાય છે. પહેલા વિભાગને શાસ્ત્રકારે એ “મૂલ” કહ્યો છે, કારણકે તેમાં નમસ્કાર–મંત્રના મુખ્ય વિષયનું પ્રતિપાદન છે, અને બીજા વિભાગને “ચૂલા' કે “ચૂલિકાની વિશિષ્ટ સંજ્ઞા આપી છે. કારણ કે તે નમસ્કારનું પ્રજન અથવા ફલ બતાવનારે હેઈ સૂત્રની ચૂડા સમાન છે. પ્રાકૃત ભાષામાં ચૂઠાને અર્થ અલંકાર કે આભૂષણ વિશેષ થાય છે અને તેથી સૂત્રના છેડે જે રહસ્યપૂર્ણ વચન કે પરિશિષ્ટ મૂકેલું હોય છે. તેને ચૂડા એટલે “ચૂલા " કે “ચૂલિકા” કહેવામાં આવે છે. પહેલા પૂર્વ, બીજા પૂર્વ, ત્રીજા પૂર્વ, અને ચોથા પૂર્વને લિકાઓ હતી અને દશવૈકાલિક આદિ સૂત્રોને પણ ચૂલિકા છે. નમસ્કાર-મંત્રનું વર્ણ, પદ અને સંપદાનું માન વર્ષોથી પદ બને છે, પદેથી સંપદા બને છે અને સંપદાઓથી સૂત્ર બને છે. તેથી શાસ્ત્રકાર મહર્ષિઓએ નમરકાર- સૂત્રના વર્ણ, પદ અને સંપદાઓની સંખ્યા દર્શાવેલી છે. નમરકાર સૂત્રમાં વણે અડસઠ (68) છે, પદો નવ (9) છે અને સંપદાઓ આઠ (8) છે, તેમાં સાત સંપદાઓ પદ-તુલ્ય છે અને આઠમી સંપદા આઠમા અને નવમા પદના સત્તર (17) અક્ષરોથી (વણેથી) બનેલી છે. નમસકાર-સૂત્રમાં અડસઠ વર્ણોની ગણના કેવી રીતે થાય છે? તેને ખુલાસે નીચેની ગાથા કરે છે. पंचपयाण पणतीस, वण्ण चूलाइ-वण्ण तित्तीसं / एवं इमो सम्मपइ, फुडमक्खरमट्ठसठ्ठीए // આ પાંચ પદોને પાંત્રીશ વર્ષે અને ચૂલાના તેત્રીશ વર્ષે, એ પ્રમાણે આ નમસ્કાર સ્પષ્ટ અડસઠ વર્ણોવાળે છે. કે આ વર્ષોમાં દ્રા-ઝા-વ-–શ્વ-૪ અને દવે એ સાત જેડાક્ષરે એટલે સંયુક્ત છે અને બાકીના 61 સાદા એટલે અસંયુક્ત છે. નમસ્કાર-સૂત્રમાં નવ પદેની ગણના આ પ્રમાણે થાય છે नमो अरिहंताणं // 1 // नमो सिद्धाणं // 2 // નમ ગાયરિયાણં ણે રૂ |