________________ પ્રકરણ–બીજુ પદાર્થ (પદદ, પદાર્થ અને પદ્ધવિગ્રહ) કોઈપણ સૂત્ર કે મંત્રને પાઠ અત્યન્ત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તે તેનું યક્ત ફળ મળે છે, પરંતુ જ્ઞાનપ્રાપ્તિને કેમ એ છે કે પાઠને પરિચય થયા પછી પદદનું જ્ઞાન કરાવવું અને દરેક પદને અર્થ સમજાવે, એટલે અહીં પદચ્છેદ અને પદાર્થને વિચાર કરવામાં આવે છે. પદ છેદ પચ્છેદ કરે એટલે પદનો છેદ કરે અર્થાત્ સાથે રહેલા પદોને જુદા પાડીને બતાવવાં. અર્થની દષ્ટિએ આ ક્રિયા ઘણી મહત્વની છે, કારણ કે બે પદો જુદાં હોય તેને એક ગણવામાં આવે કે એક પદ અખંડ હોય તેના બે ટુકડા કરવામાં આવે તે તેના અર્થમાં તફાવત પડી જાય છે. દા. ત. “દીવા નથી આ પાજ્યમાં, છે અંધારુ ઘર " એ પદ સમૂહ છે. તેમાં દીવા અને નથી એ પદોને એક કરી નાખવામાં આવે તે દીવાનથી આ રાજ્યમાં, છે અંધારું ઘર " એવી રચના થઈ જાય અને તેને અર્થ મૂળ આશયથી જુદો જ સમજાય અથવા “જોગણું એ તે દેવતા, નહી તે રણુ પાષાણુ” એ પદસમૂહને એ પદરચ્છેદ કરવામાં આવે કે “જે ગણીએ તે દેવતા, નહિ તે રણું પાષાણુ” તે એના અર્થમાં ખોટું અંતર પડી જાય. તાત્પર્ય કે કોઈપણ સૂત્ર પાઠને પદચ્છેદ બરાબર કરવો જોઈએ. નમસ્કાર-મંત્રમાં કેટલા પદો છે?” એમ પૂછવામાં આવે તે તરત જ તેને ઉત્તર મળશે કે “નવ’...પરંતુ એ સમજી લેવું આવશ્યક છે કે અહીં પદ શબ્દનો પ્રયોગ ખાસ અર્થમાં કરવામાં આવ્યો છે. નમસ્કા૨ના મૂળ-મંત્રમાં પાંચ આલાપકે છે, તેને પાંચ પદો કહેવામાં આવ્યાં છે. અને ચૂલિકા સિલેગો છંદમાં હેઈ ચાર ચરણવાળી છે, તે દરેક ચરણને પદ કહેવામાં આવ્યું છે, આ રીતે તેની સંખ્યા નવની બનેલી છે. પરંતુ વ્યાકરણશાસ્ત્રી તે વિભક્તિવાળા દરેક શબ્દને પદ માને છે, એ દષ્ટિએ નમસ્કારમંત્રમાં વીશ પદે છે, તે આ પ્રમાણે () નો (2) ચરિતાળું ! (3) નમો (4) સિદ્ધાળું ! (1) નો (6) માયરિયા !