________________ પ્રકરણ બીજુ [ 15 સમજાય છે કે અહીં “વનરાજ” શબ્દ સિંહના અર્થમાં વપરાય છે. પૂર્વાપર સંબંધ અને પ્રકરણનું લક્ષ રાખ્યા વિના અર્થ કરવા જતાં મોટા મોટા વિદ્વાનોએ પણ ભૂલે ખાધી છે અને અનર્થને આમંત્રણ આપ્યું છે. શબ્દોને અર્થ કરતી વખતે ભાષાને વ્યવહાર પણ લક્ષમાં લેવાની જરૂર રહે છે, અર્થાત્ તે શબ્દો ભાષામાં જે અર્થ દર્શાવવા માટે વપરાતા હોય તે રીતે જ તેને અર્થ કરવો ઘટે છે. દા. ત. “તેનાં બારે વહાણ બૂડી ગયાં” એવા વાકયને અર્થ એમ કરવામાં આવે કે તેના બાર વહાણે સમુદ્રમાં સફર કરતાં હતાં, તેણે જળસમાધિ લીધી” તે એ અર્થ સાચો નથી, કારણકે આ વાક્ય બેલવામાં વક્તાને આશય એ હતું કે તેની સર્વ આશાઓ નાશ પામી” અથવા તાળવે મધ ચૂંટયું ?" વાકયને અર્થ એમ કરવામાં આવે કે તેના મુખની અંદર ઉપરના ભાગમાં મધ ચૂંટી ગયું, તે તે યંગ્ય નથી. કારણકે તેને વ્યવહારિક અર્થ એ છે કે તેને લાલચ લાગી’ સૂત્રને અર્થ નિર્ણય કરવા માટે છેલ્લી અને સહુથી મહત્વની વાત એ છે કે તેની વ્યાખ્યા પૂર્વાચાર્યોએ જે રીતે કરી હોય તે લક્ષમાં લેવી. કારણકે તેમાં પરંપરાગત અર્થ અને શાસ્ત્રીય દષ્ટિને સુમેળ હોય છે. અહીં જેટલું જણાવવું ઉચિત લેખાશે કે પૂર્વાચાર્યોએ ગણધર ભગવંત વગેરેનાં રચેલાં સૂત્રને અર્થ પ્રકાશવા માટે ભારે પરિશ્રમ ઉઠાવીને નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ તથા ટીકાની રચનાઓ કરેલી છે અને તેને શ્રીસંઘે મૂલસૂત્ર જેટલી જ પવિત્ર માનેલી છે, એટલે સૂત્રને સુસંગત અર્થ કરવા માટે તેનું મનનપરિશીલન આવશ્યક છે.* नमो અર્ધમાગધી ભાષામાં “ના” પદને અવ્યય માનવામાં આવ્યું છે. તેને ભાવ સંસ્કૃત ભાષામાં નાનું અવ્યયથી આવે છે, પરંતુ ગુજરાતી ભાષામાં આ જાતનાં અવ્ય નહિ હોવાથી તેને ભાવ દર્શાવવા માટે “નમસ્કાર હે” એમ નામ અને ક્રિયાપદપૂર્વક બોલવું પડે છે. તેથી ગુજરાતી અનુવાદમાં “નમસ્કાર હે” એવાં પદો મૂકેલાં છે+ નમો પદથી શું સમજવું ?" તેને ઉત્તર નિયુક્તિકારે આ પ્રમાણે આપે છે? વ-મા-સંધ્રોગ-વલ્યો " “નમો પદને અર્થ દ્રવ્ય અને ભાવને સંકોચ છે.” * શબ્દનો અર્થ વિચારવા માટે સાહિત્યકારોએ નીચેની વસ્તુઓ ઉપયુક્ત માની છે. (1) સંગ, (2) વિગ, (3) સાહચર્ય, (4) વિરેધ, (5) અર્થ, (6) પ્રકરણ, (7) લિંગ, (8) અન્યવાકય સનિષિ, (9) સામર્થ્ય, (10) ઔચિતિ (11) દેશ (2) કાલ, (13) વ્યક્તિ, (14) સ્વરાદિ, -કાવ્ય પ્રકાશ, દ્વિતીય ઉલ્લાસ. નાયિકાએ શબ્દનો શક્તિગ્રહ આઠ પ્રકારનો માન્ય છે. (1) વ્યાકરણ (2) ઉપમાન (3) કોષ (4) આપ્તવાકય (5) વ્યવહાર (6) વાકથશેષ () વિવૃત્તિ અને (8) પ્રસિદ્ધ પદ સનિધાન. + અનુવાદિત પદોની સંકલના પ્રકરણના છેડે કરવામાં આવી છે.