________________ 18 ] નમસ્કાર અર્થસંગતિ કારણ કે પહેલી, બીજી, ત્રીજ, ચેથી, પાંચમી અને છઠ્ઠી કક્ષા વિના સાતમી કક્ષા સિદ્ધ જ થતી નથી. દ્રવ્યનમસ્કાર અને ભાવ-નમસ્કારમાં પણ તેમજ સમજવાનું છે. ભાવનમસ્કારને દ્રવ્યનમસ્કારની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ગણવામાં આવે છે અને દ્રવ્ય-નમસ્કારને ભાવ-નમસ્કારની દષ્ટિએ નિકૃષ્ટ ગણવામાં આવે છે. પણ તેથી દ્રવ્ય-નમસ્કારની અનાવશ્યક્તા સિદ્ધ થતી નથી. વળી વ્યવહારમાં દ્રવ્ય નમસ્કાર પહેલે છે, કારણ કે તેના વિના નમસ્કારની પ્રવૃત્તિ કે નમસ્કારને વ્યવહાર સંભવ નથી. અને એટલું યાદ રાખવું કે બાળ-જીને પ્રાયદ્રવ્ય-નમસ્કાર જ હોય છે. . નમસ્કારને વિચાર તંત્ર ગ્રંથમાં પણ સારી રીતે કરવામાં આવ્યું છે. ગંધર્વ-તંત્રમાં નમસ્કારની મહત્તા દર્શાવતાં કહ્યું છે કે देवमानुषगन्धर्वाः, यक्षराक्षसपन्नगाः / नमस्कारेग तुष्यन्ति, महात्मानःसमन्ततः // नमस्कारेण लभते, चतुर्वग महोदयम् / सर्वत्र सर्वसिद्धयर्थ नतिरेका प्रवर्तते // नत्या विजयते लोकान् , नत्या धर्मः प्रवर्तते / नमस्कारेण दीर्घायुरछिन्ना लभते प्रजाः // દેવ, મનુષ્ય, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ અને અન્ય મહાત્મા પુરુષે નમસ્કારથી સર્વ રીતે સંતેષ પામે છે.” મહાન ઉન્નતિ કરનાર એવા ચતુવર્ગને મનુષ્ય નમસ્કારથી પ્રાપ્ત કરે છે. બધાં કાર્યોની સિદ્ધિ માટે દરેક સ્થળે નમસ્કાર જ પ્રશંસનીય છે. નમસ્કારથી લેકે જીતાય છે. નમસ્કારથી ધર્મનું પ્રવર્તન થાય છે, અને નમસ્કારથી પ્રજાજને રોગરહિત દીર્ધાયુને પ્રાપ્ત કરે છે.” - તંત્ર-વિશારદોએ નમસકારના ત્રણ પ્રકાર માન્યા છે. કાયિક, વાચિક અને માનસિક તેમાં કાયિકને ઉત્તમ માન્ય છે, વાચિકને અધમ માન્ય છે અને માનસિકને મધ્યમ માન્ય છે. તેમણે નમસ્કારનાં લક્ષણે જણાવતાં કહ્યું છે કે त्रिकोणमथ षट्कोणमर्द्धचन्द्र प्रदक्षिणम् / दण्डमष्टाङ्गमुग्रश्च, सप्तधा नतिलक्षणम् // ત્રિકેણ, વર્ણ, અર્ધચંદ્ર, પ્રદક્ષિણ, દંડ, અષ્ટાંગ, અને ઉગ્ર એમ નમસ્કારના લક્ષણ, સાત પ્રકારનાં છે. દેવ-દેવીઓ કયા નમસ્કારથી શીઘ્ર પ્રસન્ન થાય છે તે પણ તેમણે નક્કી કરેલું છે અને તે માટે દિશા-કાલ વગેરેને ક્રમ નિશ્ચિત કરેલ છે.