________________ 16 ] નમસ્કાર અર્થસંગતિ આ ઉત્તર ઘણે માર્મિક છે અને તેને ભાવ એકદમ સમજમાં આવી શકે તે નથી, તેથી લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિમાંથી શ્રી હરિભદ્રસૂરિએ આ શબ્દોને અર્થ સમજાવ્યા છે. તેમણે કહ્યું છે કે –રિાઃ પાવર સંચાનો દ્રવ્ય સંદોરઃ માવસરા વિશુદ્ધસ્થ મનનો નિચોળ " અર્થાત્ હાથ, મસ્તક અને પગ વગેરે અવયવોને સારી રીતે રાખવાં તે દ્રવ્ય સંકેચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવ સંકેચ. વધારે સ્પષ્ટ કહીએ તે શેરડીના સાંઠાની જેમ સીધા રહેલા બને હાથને છાતી સન્મુખ લાવવા અને દશે આંગળીઓને ભેગી કરવી તે કર-સંકોચ કહેવાય. પર્વતના શિખરની જેમ ઉન્નત રહેલા મસ્તકને છાતી ભણી નીચું નમાવવું તે શિરઃસ કેચ કહેવાય. અને થાંભલાની જેમ સ્થિર રહેલા બન્ને પગને ઢીંચણમાંથી વાળીને જમીનને અડાડવા તેને પાદસંકોચ કહેવાય. કરસંકેચ, શિરસંકોચ અને પાદસંકોચની સંયુક્ત કિયાને પંચાંગ પ્રણિપાત કહેવામાં આવે છે, કારણ કે તેમાં બે હાથ, બે ઢીંચણ અને મસ્તક એમ પાંચ અંગો ભેગાં થયેલાં હોય છે. યુદ્ધમાં નમી જવાની નીતિને એક પ્રકારનું દૂષણ માનવામાં આવે છે, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્થિતિ જુદા પ્રકારની છે. તેમાં તે પહેલે ગુણ નમવાને જોઈએ. જે પૂજ્ય પુરુને નમી શકતું નથી, તે કઈ જાતનું જ્ઞાન પામી શકતો નથી, પામવાનો અધિકારી નથી. તેથી શ્રી હરિભદ્રસૂરિએ “લલિતવિસ્તરા” નામની ચૈિત્યવંદનવૃત્તિમાં કહ્યું છે કે “ધર્મ પ્રતિ મૂજીમૂતા વના-ધર્મ પ્રત્યે લઈ જવા માટે મૂળભૂત વંદના છે.” અહીં એ પ્રશ્ન થવાનો સંભવ છે કે “વંદના એટલે નમસ્કાર કરવાથી ધર્મ પ્રત્યે શી રીતે જવાય?” તેના ઉત્તરમાં ત્યાં જણાવ્યું છે કે “નમસ્કાર વડે ઉ ન થત ભાવલાસ આત્મક્ષેત્રમાં ધર્મ પ્રસંશા કે ધર્મબહુમાન રૂપી બીજને વાવે છે, ધર્મ– ચિન્તનાદિરૂપ અંકુરાઓને પ્રકટાવે છે. ધર્મ શ્રવણ અને ધર્માચારરૂપ શાખા-પ્રશાખાઓને વિસ્તાર કરે છે તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફોને આપે છે.” શ્રી હરિભદ્રસૂરિના આ ઉત્તરમાંથી એવું તાત્પર્ય કાઢવામાં આવે કે જે નમસ્કારની કિયા ભાલાસને જગાડનારી હોય છે, તેના વડે ધર્મ પ્રત્યે જવાય છે અને અનુક્રમે મોક્ષ સુધી પહોંચાય છે, પણ જે દિયામાં ભાવને જ ઉલાસ નથી, તે માત્ર દ્રવ્યનમસ્કારની ક્રિયા છે, એટલે તેનાથી તેવા ફળની પ્રાપ્તિ નથી” તે તે ઉચિત ગણાશે. શ્રી સિદ્ધસેનસૂરિએ નમસ્કાર મહામ્યના છઠ્ઠા પ્રકાશમાં આ વસ્તુ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે. તેમણે કહ્યું છે કે “કૃણ અને શાંબની માફક ભાવનમશ્કરમાં તત્પર થા અને વીરા શાળવી તથા પાલકની જેમ દ્રવ્યનમસ્કાર કરીને આત્માની ખોટી વિડંબના ન કર.”* * શ્રીકૃષ્ણ અને વારા શાળવી તથા પાલક અને શબના દષ્ટાંત નીચે મુજબ છેઃ એકદા શ્રીકૃષ્ણ 18000 સાધુઓને દ્વાદશાવર્તા–વંદના કરવા માંડી, એટલે બીજા રા ઓ થોડા થડ મુનિઓને વદ્દીને બેસી ગયા, પણ વીરા નામના શાળવીએ શ્રીકૃષ્ણના અનુકરણરૂપ બધા સાધુઓને