________________ 15] નમસ્કાર અર્થસંગતિ જૈનશાસ્ત્રોમાં એવું સ્પષ્ટ વિધાન છે કે સર્વ તીર્થકર અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે અને ગણધર ભગવંતે તેને અર્ધમાગધીમાં જ સૂત્રરૂપે ગુંથે છે. શ્રમણ ભગવાન મહાવીરે ભારતની જનતાને જે ધાર્મિક ઉપદેશ આપે, તેમાં આ જ ભાષાને આશ્રય લેવાયો હતે એ હકીકત છે અને તેને ઈતિહાસને સંપૂર્ણ ટેકો છે. “અર્ધમાગધી ભાષા કોને કહેવાય?” તેનું સ્પષ્ટીકરણ નિશીથચૂર્ણિમાં આ પ્રમાણે કરેલું છે ? “જે ભાષા અર્ધા મગધ દેશમાં બોલાતી હોય તે અર્ધમાગધી અથવા જે ભાષા અઢાર દેશી ભાષાઓના મિશ્રણવાળી હોય તે અર્ધમાગધી.” જૈન-શાસ્ત્રોકારેનું એ સ્પષ્ટ કથન છે કે સૂત્ર પૂર્વાપર સંયુક્ત, વૈરાગ્યકર, સ્વતંત્ર, " શાસ્ત્રથી અવિરુદ્ધ, પુરાતન અને અર્ધમાગધી ભાષામાં રચાયેલું હોય છે. તાત્પર્ય કે ગણધર ભગવંતે, પ્રત્યેક બુદ્ધોએ, ચતુર્દશ પૂર્વધએ અને અભિન્ન દશપૂર્વીઓએ સૂત્રની જે રચના કરી છે, તે બધાની ભાષા અર્ધમાગધી છે. શાસ્ત્રોમાં કેટલાક સ્થળે આ ભાષાને ઋષિભાષિતા કે આવું પણ કહેવામાં આવી છે. નમસ્કાર-મંત્ર સૂત્ર છે અને તેની રચના ગણધર-ભગવંતે દ્વારા થયેલી છે, એ વાત ઉપર કહેવાઈ ગઈ છે, એટલે તેની ભાષા અર્ધમાગધી છે. નમસ્કાર-મંત્રને ઉચ્ચારણ વિધિ દેદિક મંત્રની ઉચ્ચારણપદ્ધતિ ચોક્કસ પ્રકારની છે. અને તે બરાબર જળવાઈ રહે તે માટે નીચેના ક્રમને અનુસરવામાં આવે છે. પ્રથમ કેવલ મંત્રોચ્ચાર શીખવવામાં આવે છે, જેને સંહિતા-પાઠ કહેવામાં આવે છે, પછી પદરચ્છેદપૂર્વક મંત્ર–પાઠ શીખવવામાં આવે છે. જેને પદ-પાઠ કહેવામાં આવે છે. પછી એ પદે આલવાં, બે પદો છેડી દેવાં. પછીનાં બે પદો બેલવાં અને પછીનાં બે પદો છોડી દેવાં એ રીતે જે પાઠ શીખવવામાં આવે છે, તેને કમ-પાઠ કહેવામાં આવે છે. આ ત્રણે રીતે પાઠ લેવાથી તેમાંના દરેક શબ્દો બરાબર યાદ રહે છે અને તેના ઉચ્ચાર વિધિમાં ફેર પડતું નથી. પછી જટા, રેખા, શિખા, માળા, ધ્વજ, દંડ, રથ અને ધન એ આઠ પ્રક્રિયાઓથી એ મંત્ર બોલતાં શિખવાય છે અને તેમાં અનુક્રમે, ઉત્કમ, વ્યુત્ક્રમ, અભિકમ અને સંક્રમ એ પંચસંધિને પ્રયોગ કરવામાં આવે છે, તેથી એ મંત્ર સ્મરણ-પટમાં શુદ્ધ સ્વરૂપે સદાને માટે જળવાઈ રહે છે. આવી કોઈ પદ્ધતિ જેન-સૂત્રોના ઉચ્ચાર કરવા માટે અસ્તિત્વમાં હતી કે કેમ? તે આપણી સામે પ્રશ્ન છે અને તેને ઉત્તર અહીં આપવામાં આવે છે. - જૈન ધર્મને પ્રથમ આચાર જ્ઞાનપ્રાપ્તિને છે અને તેના માટે જે આઠ નિયમો ઘડવામાં આવ્યા છે, તેમાંના છઠ્ઠા નિયમમાં એવું સ્પષ્ટ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સૂત્રના દરેક વર્ણન ઉચ્ચાર શુદ્ધ કરે. તાત્પર્ય કે જેઓ સૂત્રપાઠ અશુદ્ધ બેલે છે; તે જ્ઞાનાચારનો ભંગ કરે છે અને તેથી દોષપાત્ર થાય છે.