________________ નમસ્કાર અર્થસંગતિ પરંતુ ષખંડ જિનાગમની પ્રસ્તાવનામાં તેના સંપાદક મહાશયે વિસ્તૃત ચર્ચા કર્યા પછી નમસ્કાર-મંત્ર પુષ્પદન્તાચાર વિક્રમ સંવત 144 એટલે ઈ. સન 87 માં ર. હિય એવું અનુમાન દોર્યું છે. પરંતુ એરિસાની હાથીગુફામાં કલિંગનરેશ ખારવેલના જે શિલાલેખ પ્રાપ્ત થાય છે અને જેમાં “નમો અરહંતા નો સવસિષાનં’ એ પાઠ પ્રાપ્ત થાય છે, તેને સમય પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા શ્રીમાન કાશીપ્રસાદ જયસ્વાલે અનેક પ્રમાણે આપીને ઈ. સ. પૂર્વેને નિશ્ચિત કરે છે, તેથી સંપાદક મહાશયની ઉપર્યુક્ત માન્યતા બાધિત થાય છે અને શ્રી નમસ્કાર-મંત્રના રચયિતા શ્રી પુષ્પદંત કરી શકતા નથી. ધાર્મિક માન્યતા અને ઐતિહાસિક દષ્ટિનું અવલોકન કર્યા પછી નમસ્કાર-મંત્રની રચના સંબંધી જેન-દર્શનને શું અભિપ્રાય છે, તે પણ જાણી લઈએ. જૈન દર્શન શબ્દને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે, એટલે શબ્દાત્મક નમસ્કાર મંત્ર દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. માંને સર્વ-સંગ્રાહી નિગમનાય સામાન્ય માત્રનું જ અવલંબન કરનારો હેવાથી તેના અભિપ્રાયે સર્વ કંઈ ઉત્પાદવ્યય રહિત છે, એટલે નમસ્કાર-મંત્ર અનુત્પન્ન છે. જ્યારે વિશેષગ્રાહી નિગમ નય અને વ્યવહારાદિ અન્ય નય વસ્તુને ઉત્પાદ-વ્યય સહિત માને છે, એટલે તેમની દષ્ટિએ નમસ્કાર–મંત્ર ઉત્પન્ન છે. આ વિષયમાં વધારે જાણવાની ઈચ્છાવાળાએ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યકભાષ્ય અને તેના પરની મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ટીકા જેવી. નમસ્કાર સૂત્ર અને મંત્ર થડા સમય પહેલાં “નમસ્કાર-મંત્ર સંબંધી કેટલાક નિબંધ લખાવવામાં આવ્યા હતા, તેમાં એવું જોવામાં આવ્યું હતું કે આપણા શિક્ષિત વર્ગને પણ નમસ્કાર મંત્ર શું છે–તેને સ્પષ્ટ ખ્યાલ નથી. કેટલાકે લખ્યું હતું કે નમસ્કાર–મંત્ર એક પ્રકારની સ્તુતિ છે, તે કેટલાકે લખ્યું હતું કે નમસ્કાર-મંત્ર એક પ્રકારની પ્રાર્થના છે, એટલે કે એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે નમસ્કાર-મંત્રમાં કેઈની સ્તુતિ નથી કે કેઈને પ્રાર્થના કરવામાં આવતી નથી. પણ મંગલ નિમિત્તે સૂત્રપાઠ બેલીને પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવે છે. તેથી તે એક પ્રકારનું મંગલ-સૂત્ર કે નમસ્કાર સૂત્ર છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે જૈન શાસ્ત્રકારે સૂત્રસંજ્ઞા તે પાઠ કે કૃતિને જ લગાડે છે કે જેની રચના ગણધર ભગવંતે, પ્રત્યેક બુદ્ધેએ, ચતુર્દશ પૂર્વધરોએ કે અભિન્ન દશપૂવાએ કરેલી હોય. નમસ્કાર-મંત્ર સૂત્રરૂપે શ્રીગણધર ભગવંતે એ પ્રકાશેલ છે, તે વાત ઉપર કહેવાઈ ગઈ છે, એટલે તેનું સૂત્રત્વ સિદ્ધ છે. પરંતુ આ સૂત્ર વારંવાર મનન કરવા જેવું હોવાથી તેમજ તેના આરાધન દ્વારા અનેક પ્રકારના ચમત્કારિક પરિણામે આવતાં હોવાથી લોકવ્યવહારમાં તેની પ્રસિદ્ધિ નમસ્કાર–મંત્ર તરીકે થઈ છે અને આજે સર્વત્ર તેને નમસ્કારમંત્ર તરીકે જ ઓળખવામાં આવે છે.