________________ 2] નમસ્કાર અર્થસંગતિ અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું ઉચિત લેખાશે કે આ સામગ્રી કાંઈ એક જ સ્થળે નથી પણ જુદાં જુદાં અનેક સ્થાનમાં અત્ર-તત્ર વિખરાયેલી પડી છે અને કેટલીક બહુમૂલ્ય વસ્તુઓને બહુ શોધ કરવા છતાં પત્તો લાગતું નથી. દાખલા તરીકે જૈન સાહિત્યમાં નમસ્કાર-લઘુ-પંજિકાને ઉલ્લેખ આવે છે અને બહુ પ્રયત્ન પછી અમે તેની એક નકલ મેળવીને જેવા પામ્યા છીએ પણ લઘુપજિકા નામ એવું સૂચન કરે છે કે તેની એક બૃહત–પંજિકા પણ હેવી જોઈએ–તે ક્યાં ? વળી જૈન સાહિત્યમાં નમસ્કારાવલિ ગ્રંથનું નામ આવે છે, તે હજી સુધી પ્રાપ્ત થયેલ નથી. શ્રીમાનતુંગસૂએિ ઉત્તમઅવર-વાર્થ શબ્દથી શરૂ થતું એક મહાચમત્કારિક તેત્ર બનાવેલું છે. તે કેટલાક સ્થળે 35 ગાથાઓવાળું પ્રાપ્ત થાય છે અને કેટલાક સ્થળે 33 ગાથાઓવાળું પ્રાપ્ત થાય છે. પરંતુ તેને ભાવ સમજવા માટે જે ટીકા-સાહિત્ય જોઈએ તે ઉપલબ્ધ થતું નથી. કેટલાક પ્રયાસ પછી ઉત્તર અને પૂર્વ પ્રદેશમાંથી તેની એક લઘુ અવસૂરિ પ્રાપ્ત થઈ છે અને પ્રાચીન પ્રતિઓના સંગ્રહમાંથી તેના પર રચાયેલી સંસ્કૃત ટીકાને છેલ્લે ભાગ હાથમાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે આ સ્તોત્ર 31 ગાથાનું છે, એટલે 35 ગાથાઓમાંની 4 ગાથાઓ ક્ષેપક છે. આ ટીકા પરથી એવું સ્પષ્ટ જણાય છે કે શ્રી માનતુંગસૂરિએ ભક્તામર રતેત્રની રચના કરીને બેડીઓ તેડવાને જે ચમત્કાર કરી બતાવ્યા તે જ ચમત્કાર નમસ્કાર મહા-મંત્ર બેલીને પણ કરી બતાવ્યો હતો. - વિક્રમના પંદરમા શતકમાં થયેલા શ્રી સિંહતિલકસૂરિ મંત્ર-શાસ્ત્રમાં વિશારદ હતા. તેમણે સૂરિ-મંત્ર સંબંધી મંત્ર-રાજ રહસ્ય નામનો 633 ગાથા પ્રમાણ એક મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યું છે. તેની પ્રતિઓ આજે ઉપલબ્ધ છે પણ તેના પર મંત્રશાસ્ત્રનાં અનેક ગૂઢ રહસ્યથી ભરપુર લીલાવતી નામની ટીકા પંચાયેલી છે, તેમાં પણ નમસ્કાર-મંત્ર સંબંધી ઘણું વિવેચન હેવાને સંભવ છે. પરંતુ ઘણે પ્રયત્ન કરવા છતાં તેનાં દર્શન થયાં નથી. દિગંબર સંપ્રદાયમાં પણ આ વિષયમાં તેવી જ સ્થિતિ પ્રવર્તે છે, છતાં એટલું કહી શકાય કે તેમના આચાર્યોએ મંત્રપરંપરાને જાળવી રાખવાનો ઘણે સારો પ્રયાસ કર્યો છે. અને તેથી આચાર્ય સિંહનંદી જેવા નમસ્કાર-મંત્ર ઉપર એક હજાર શ્લેક પ્રમાણુ સુંદર ગ્રંથની રચના કરી શક્યા છે. નમસ્કારના સાહિત્ય વિષે આટલે પ્રાસંગિક નિર્દેશ કરીને હવે તેના વિષે જે જે હકીકતે જાણવા જેવી છે, તેનું ક્રમશઃ વિવેચન કરીશું. નમસ્કાર મંત્રની અનાદિતા : ભૂતકાળમાં અનન્ત તીર્થકર થઈ ગયા છે, તે બધાએ નમસ્કાર-મંત્રનું સ્વરૂપ આ પ્રકારેલું છે. વર્તમાનકાળમાં મહાવિદેહાદિ ક્ષેત્રોમાં વિશ તીર્થકરે વિહરમાન છે, તેમણે પણ નમસકારમંત્રનું સ્વરૂપ પ્રકાશેલું છે અને તે જ રીતે ભવિષ્યમાં જે જે તીર્થકરે