________________ નમસ્કાર સ્વાધ્યાય નમસ્કાર અથે સંગતિ વગેરે (શાસ્ત્રીય દષ્ટિએ) પ્રકરણ–પહેલું પાઠ પરિચય - પરમ મંગલકારી દ્વાદશાંગી સાર સ્વરૂપ નમસ્કાર–મંત્રને પાઠ આ પ્રમાણે બેલાય છે? नमो अरिहंताणं / नमो सिद्धाणं / नमो आयरियाणं / नमो उवज्झायाणं / नमो लोए सव्वसाहूणं / एसो पंच नमुकारो सव्व-पाव-प्पणासणो / मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं // મહાપુરુષોએ આ મંત્રનું અહર્નિશ આરાધન કરીને એ અભિપ્રાય ઉચા છે કે “ત્રણ લોકમાં નમસ્કારથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી, માટે તેનું પ્રતિદિન પરમ ભક્તિથી સ્મરણ કરવું જોઈએ.” આ અભિપ્રાયને માન્ય રાખીને જૈન સંઘમાં શાસ્ત્રને ઉપદેશ દેતાં, વિદ્યાભ્યાસ કરતાં કરાવતાં, કેઈપણ પ્રકારનું ધર્માનુષ્ઠાન કરતાં તેમજ જાગવાના સમયે ભેજન–સમયે, શયન-સમયે, નગરાદિ પ્રવેશ સમયે કે કઈ પણ પ્રકારનું સંકટ ઉપસ્થિત થયે નમસ્કારમંત્રનું શ્રદ્ધાપૂર્વક સમરણ કરવામાં આવે છે. જૈન કુળમાં જન્મેલા કેઈપણ બાલક-બાલિકા એવા ભાગ્યે જ હશે કે જેઓ આ મંત્રને જાણતા નહિ હોય! જ્યારે અમુક વ્યક્તિ જૈન છે કે નહિ તે નક્કી કરવાને પ્રસંગ આવે છે, ત્યારે તેને પ્રથમ નમસ્કાર-મંત્ર બોલાવવામાં આવે છે અને તે જે સારી રીતે બોલી શકે તે એમ માનવામાં આવે છે કે તે જૈન હવે જોઈએ. નમસ્કાર–મંત્રનું રહસ્ય પ્રકાશવા માટે આચાર્યોએ નિર્યુક્તિ; ભાષ્ય, ચૂર્ણિ અને ટકારૂપી વિવેચન ગ્રન્થ લખ્યા છે, માહાસ્ય-સૂચિક કૃતિઓ નિર્માણ કરી છે તથા ચમત્કારિક તેત્રે, કલામય કાબે અને નાનાં મોટાં અનેક પ્રકારનાં પદો ઉપરાંત રાસ અને કથાઓની પણ વિપુલ પ્રમાણમાં રચના કરી છે. વળી તેના ક અને યંત્ર પણ બનાવ્યા છે. એટલે નમસ્કાર-મંત્ર સંબંધી જેમને વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમને માટે પુષ્કળ સામગ્રી પડેલી છે.