________________ મનના મિનારેથી મુક્તિના કિનારે (આદ્રકુમાર) ભાગ-૨ આર્વકમારના પૂર્વ અધિકાર : [આદ્રકુમાર અનાર્ય દેશના રાજાના પુત્ર હતા. પિતાએ આર્ય દેશમાં શ્રેણિક રાજાને ભેટ મેકલી. સાથે આદ્રકુમારેય શ્રેણિકના પુત્ર અભયકુમારને ભેટ મેકલી. એટલે અભયકુમારે વળતા રત્નની જિનપ્રતિમા ભેટ મેકલી! એને ખાનગીમાં જોતાં આદ્રકુમારને ઉહાપોહ થયે કે આવું મેં ક્યાંક જોયું છે! એમાં એને પૂર્વજન્મનું મરણ થયું. જેમાં જોયું કે, પિતે સામયિક નામે શ્રાવક હતા; પત્ની બંધુમતી હતી. એકવાર એ અત્યંત બિમાર પડી વૈદ્યોએ આશા છેડી દીધી. ત્યારે પતિ સામયિકે સંકલ્પ કર્યો કે “જે આ સાજી થઈ જાય તો મારે ચારિત્ર લેવું.” ચારિત્રના નિર્ણયના પ્રભાવે બંધુમતીને વળતા પાણું થઈ ગયા ! સામયિકે ચારિત્ર લીધું. એની પાછળ બંધુમતી પણ દીક્ષા લઈ સાધ્વી બની. વિહાર કરતાં એકવાર કેઈક ગામમાં ગુરુ ગુરુણ સાથે ભેગા થઈ ગયા. સામયિક મુનિને બંધુમતી પરને પૂર્વને અત્યંત પ્રેમ યાદ આવ્યું. એમાં એ દૂબળા પડતા ગયા. બંધુમતીએ પૂછતાં અત્યંત રાગનું કારણ જાણું પોતે અનશન કર્યું અને એમા એ કાળ કરી જતાં, સામયિક મુનિને અત્યંત પશ્ચાત્તાપ થયે; અને એ ક્રમશઃ કાળ કરીને એટલી રાગની ભૂલના કારણે અનાર્ય દેશમાં રાજપુત્ર આદ્રકુમાર તરીકે જમ્યા,” .....આ બધું યાદ આવ્યું એટલે,