Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
અને એમનું મૃત્યુ ઈ. સ. ૧૬૫૫માં (સં. ૧૭૧૧) લગભગ ખંભાતમાં થયું હોવાનું જણાવે છે.
કવિની મોટી સાહિત્ય કૃતિ “ઋષભદેવ રાસ’ સં. ૧૯૬૨ એટલે સને ૧૯૦૬માં રચાયેલી છે પરંતુ રચના સાલ પ્રાપ્ત થયા વિનાની કવિની બીજી નવેક તેમ જ બે-એક અપ્રાપ્ત કૃતિઓમાંથી બેત્રણ કૃતિઓ ‘ઋષભદેવ રાસ' પહેલાં પણ રચાઈ હોવાનો સંભવ છે. આ ધ્યાનમાં રાખતાં કવિની સાહિત્ય પ્રવૃત્તિ આશરે સને ૧૯૦૧થી ગણી શકાય.
બાલ્યકાળ, અભ્યાસ, સાહિત્યવાંચન અને પકવતા આદિ માટે તેમના જીવનનાં પ્રથમ પચ્ચીસ વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્ય પ્રવૃત્તિની શરૂઆત સમયે તેમની ઉંમર આશરે ર૬ વર્ષની ગણી શકાય અને એ હિસાબે તેમનો જન્મ સને ૧૫૭૫ની આસપાસ મૂકી શકાય. હવે રચના સાલ હોય એવી કવિની ૨૪ કૃતિઓમાંથી છેલ્લી રચાયેલી સાહિત્ય કૃતિ “રોહણિયા રાસ' સં. ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩૨)માં રચાયેલી છે અને ત્યાર બાદ પણ કવિએ બીજી એકાદ-બે કૃતિઓ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ સને ૧૯૩૪ સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સને ૧૬૩૫ આસપાસ મૂકી શકાય.
આ ગણતરીથી તેના જીવનની પૂર્વમર્યાદા ઈ.સ. ૧૫૭૫ અને ઉત્તરમર્યાદા ઈ.સ. ૧૬૩૫ની લેખતાં તેમનો ઓછામાં ઓછો જીવનકાળ ૬૦ વર્ષનો અને કવનકાળ સને ૧૬૦૧થી ૧૬૩૪ સુધીનો એટલે ૩૪ વર્ષનો ગણી શકાય. તેમના આશરે ૬૦ વર્ષના આ જીવનકાળનાં ચોત્રીસ વર્ષ તો કવિએ પોતાની ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિથી ભરી દીધાં છે. તેમની સાહિત્ય કૃતિઓમાં પણ વિવિધતા હતી.
આમ વિદ્વાનોના મંતવ્ય ઉપરથી કહી શકાય કે કવિ ઋષભદાસનું જીવનકાળ ૬૦ વર્ષનું હશે. ખરું જોતાં તો કવિએ નાની મોટી વિવિધ કૃતિઓનું સર્જન કરી સાહિત્ય ક્ષેત્રે નામના મેળવી શબ્દ દેહથી અમર પદ પ્રાપ્ત કર્યું છે. તત્કાલીન સાહિત્યિક સ્થિતિ
કવિ ઋષભદાસે પોતાની કૃતિઓમાં મુખ્યત્વે મોગલ શહેનશાહ જહાંગીરનો ઉલ્લેખ કર્યો છે. તેથી કવિના સમયની ઐતિહાસિક સ્થિતિ તરીકે જહાંગીરના સમયની સ્થિતિ ગણાય.
બ.ક. ઠાકોર લખે છે કે, હિંદના ઈતિહાસમાં અને આખી દુનિયાના રાજાઓના વર્ગમાં અકબરનું સ્થાન કેટલું ઊંચું છે તેની નિર્મલ બુદ્ધિના ઈતિહાસકારોએ પણ હજી યથાયોગ્ય તુલના કરી નથી. “પિવાની ન હોત તો સુનત દોત સદા' એ ઉક્તિ કવિપણાની અતિશયોક્તિ માત્ર છે, ગર ન હોત તો સુના દોઢ સદી' એ જ હિંદના ઈતિ ાસમાં સુદઢતર સત્ય છે. ઉત્તર હિંદને અકબરની ઉદાર રાજનીતિએ નવું બળ આપ્યું. તેમ જ સમાજને પોતાની સંસ્કૃતિને નવસર્જન કરી શકે તેવાં બીજ વાવ્યાં."
આમ અકબરના સમયમાં સં. ૧૯૨૯માં ગુજરાત જિતાયા બાદ થોડાં વર્ષોમાં સામાન્યતઃ શાંતિ પ્રસરી હતી, જે લોકપ્રિય અને ન્યાયી જહાંગીર (રાજ્યકાળ સં. ૧૯૬૧થી ૧૬૮૩) ના સમયમાં સ્થિર થઈ હતી. આવા શાંત વાતાવરણમાં કાવ્યધારા ઊછળે એ સ્વાભાવિક છે, એમ ઘણાનો મત છે.
ત્યારે આ સમયમાં જૈન ગ્રંથકારો મોટે ભાગે ધાર્મિક અને શાંત રસમાં પરિણમતિ કૃતિઓની રચના કરતા હતા. કવિ ઋષભદાસે પણ આવી ધાર્મિક કાવ્ય કૃતિઓનું સર્જન કર્યું છે. આમ આ