Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
મુખ્યથી સાચું બોલો, જે તુમ નિં સીવમંદીર વાહાલ, પર અવગુણ મમ ખોલો, હો ભવીકા, મુખ્યથી સાચુ બોલો //૪છી મરમ પીઆરા કાંય પ્રકાસો, નર્સ નીગોદિ પડટુ / વચન થકી નર હોમ્સ દૂખીઆ, ચોદતિહાં રડવડમ્સ હો, હો ભવીકા, મુખ્યથી સાચુ બોલો //૪૮ // મંગભેદ મમ કરો સદારા, સીખ દેઉં તુમ સારી / સેઠિ તણો અવદાલ તે સુણજ્ય, મરણિ ગઈ તસ નારિ, હો ભવીકા //૪૯ // જઠા તે ઊપદેશ ન દીજઇ, એ દીધા વીન સારો / ઊત્તમ કુલનો નહી આચારો, નરનારીઅ વીચારો //૫૦ // હો ભવીકા ફડા લેખ ન લખીઈ કહઈ નિ પરદૂખ ઊપજઈ અંગિં / તો આપણ સુખી કિમ થઈઇ, કિમ જઈઇ સીધ સંગિં //પ૧ // હો ભવીકા વીસ્વાસી નર ઘાત ન કીજઇ એક માંનો એ વેદ / ખોલઈ માથું મુક્યુ જેણિ, તે કીમ કીજઈ છેદ //પર // હો ભવીકા પર ધુતિ નિં પંડી વધારઈ, નવિ લજઈ તસ નાંમ /
તે નર ભવિ ભવિ હોસઈ દૂખી, દૂર ગતિમાંહા નહી ઠામ //પ૩ // હો ભવીકા ઢાલ - ૫૧ કડી નંબર ૪૭થી ૫૩માં કવિ બીજા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ બતાવી તેને ત્યજવાનો ઉપદેશ આપે છે.
કવિ કહે છે કે, બીજા વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે. અબાલ વૃદ્ધ સહુ સાંભળો, જેમ કે ઉતાવળમાં ધ્રાસકો પડે તેવું બોલવું નહિ, વળી અણછાજતું આળ ચડાવવું નહિ જે તમને શિવમંદિર વહાલું હોય તો મુખથી સત્યવચન બોલવું. વળી બીજાના અવગુણ તેમ જ છાની વાતો ઉઘાડી કરવી નહિ. બીજાના મર્મ શા માટે તમે પ્રકાશિત કરો છો? તેમ કરવાથી નરક અને નિગોદમાં જવું પડશે. આવાં વચન થકી નર દુઃખી થશે અને ચારે ગતિમાં ટળવળશે.
પોતાની પત્નીના મર્મ પણ ઉઘાડાં કરવાં નહિ, તમને આવી સારી શીખ આપી છું.
અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, શેઠનો વૃત્તાંત સાંભળો. મર્મ ઉઘાડાં કરવાથી તેની પત્નીને મરવું પડ્યું હતું. વળી જૂઠાં ઉપદેશ પણ આપવા નહિ, આવા ઉપદેશ આપવા એ સાચું કહેવાય નહિ. એ ઉત્તમ કુળનો આચાર નથી માટે તમે સહુ નર નારી વિચાર જો.
ખોટા લેખ, દસ્તાવેજ લખવાં નહિ, અને કહેવા નહિ. તેમ કરવાથી બીજાના આત્માને દુ:ખ થાય છે તો આપણે પણ સુખી કેવી રીતે થઈ શકીએ? અને સિદ્ધની સંગાથે કેવી રીતે જઈ શકીએ?
માણસનો વિશ્વાસઘાત પણ કરવો નહિ, એને પણ એક વેદવચન માનો. જેમ કે જેણે ખોળામાં માથું મૂક્યું હોય, તેનો ત્યાગ કેમ કરાય? તેવી જ રીતે જે બીજાને લૂંટીને, છેતરીને,