Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
નીરોગી થઈ જતાં.
એકવાર સત્યભૂતિ નામે ચારણ મુનિને તેનું કારણ પૂછ્યું, એટલે તેમણે વિશલ્યાના પૂર્વ જન્મના તપનું ફળ છે એમ કહ્યું. આ વાત પ્રતિચંદ્ર નામના એક વિદ્યાધરે રામને કરી અને કહ્યું કે, “લક્ષ્મણની મૂછને ચેતનવંતો કરવા માટે વિશલ્યાનું સ્નાન જલ પ્રાતઃકાળ થાય તે પહેલા લઈ આવો.” આ વાત સાંભળીને રામે વિશલ્યાનું સ્નાનજલ લાવવા માટે ભામંડલ, હનુમાન અને અંગદને સત્વર ભરતની પાસે જવા આજ્ઞા કરી.
ભરત પાસે આવીને તેમણે બધી વાત કરી. આથી ભરત તેમના વિમાનમાં બેસી કૌતુકમંગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રોણમેધની પાસે વિશલ્યાની માગણી કરી, એટલે તેમણે એક હજાર બીજી
ન્યાઓ સહિત લક્ષ્મણ સાથે વિવાહ કરીને વિશલ્યાને આપી. પછી ભામંડલ વગેરે ઉતાવળ કરી ભરતને અયોધ્યામાં મૂકીને પરિવાર સહિત વિશલ્યાને લઈને રામ પાસે પહોંચ્યા.
વિશલ્યાએ આવીને લક્ષ્મણને કરસ્પર્શ કર્યો એટલે તત્કાળ પષ્ટિમાંથી સર્પિણી છટકીને નીકળે તેમ લક્ષ્મણના શરીરમાંથી મહાશક્તિ બહાર નીકળી ગઈ. વિશલ્યાએ ફરીવાર લક્ષ્મણને કરસ્પર્શ કર્યો અને હળવે હળવે ગોશીષચંદનનું વિલેપન કર્યું. તત્કાળ ત્રણ રુઝાઈ જવાથી લક્ષ્મણ નિદ્રામાંથી ઊઠ્યા હોય તેમ બેઠા થયા.
પછી રામે વિશલ્યાનો સર્વ વૃત્તાંત લક્ષ્મણને જણાવ્યો. આમ સતી વિશલ્યાના તપથી લક્ષ્મણ પુનઃ સજીવન થયા.
.: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૩ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ . પૃ. ૧૧૬
કલાવતી ઢાલ-પ૬ કલાવતીનું સીઅલ જ જોય, ભુજ ડંડ પાંમી જગી દોય /
| નદીપૂર તે પાછુ વલ્યુ, સીલસીરોમણિ પર્ગટ ફલ્યુ // ૩૪ //
શીલવંતી નારીને પણ પૂર્વે કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે પરંતુ તેના શીલના પ્રભાવથી તેનાં સર્વ સંકટો ટળી જાય છે. આ વાતનું ઉપરોક્ત કડીમાં કવિએ ‘કલાવતી'ના દષ્ટાંત કથાનકને આધારે આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
કલાવતીનાં લગ્ન શેખરાજાની સાથે થયાં હતાં. કલાવતી ગર્ભવતી થતાં તેના પિયરથી તેના ભાઈએ મોકલેલ કંકણોની જોડી પહેરીને પ્રશંસાનાં વાક્યો ઉચ્ચારતી હતી. તેમાં ગેરસમજૂતી થઈ. પતિને તેના શીલ પર શંકા આવતાં, કંકણસહિત તેના કાંડા કાપીને જંગલમાં મૂકી આવવાનો હુકમ કર્યો.
સેવકો રથમાં બેસાડી કલાવતીને ઘોર અટવીમાં લઈ ગયા અને કલાવતીને નીચે ઉતારી રાજાજીનો હુકમ સંભળાવ્યો, કલાવતીએ આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો કે, “મારા સ્વામીને કહેજો તમારી આજ્ઞા મુજબ કલાવતીએ કંકણ સાથે બન્ને હાથ કાપી આપ્યા છે. કાપી લો બન્ને હાથ અને જલ્દી જઈ રાજાજીને સોંપો મારા બન્ને કંકણ સાથેના હાથ.” સેવકોએ બન્ને કાંડા કંકણ સાથે